ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
ભારતીય શેરબજારની જબરદસ્ત કડાકા સાથે શરૂઆત થઇ છે.
સેન્સેક્સ 1244 અને નિફટી 358 અંકના મોટા ઘટાડા સાથે ખુલ્યા છે.
આજના કારોબારમાં સેન્સેક્સ 56,438.64 ઉપર ખુલ્યો તો નિફટીની 16,847.95 ઉપર કારોબાર શરૂ કર્યો.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારો લાલ નિશાન સાથે બંધ થયા હતા.
ઉલ્લેખનીય છે કે રશિયા -યુક્રેન તણાવના કારણે વિશ્વભરના બજારોમાં ગભરાટનો માહોલ છે.
