ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતની ટોચની કાર ઉત્પાદન કરનારી કંપની મારુતિ સુઝુકીના કારના ભાવમાં વધારો થવાનો છે. કંપને ગુરુવારે જાહેરાત કરી હતી કે કંપનીના વિવિધ ઇનપુટ ખર્ચમાં વધારો થયો છે. તેથી જાન્યુઆરી 2022માં કારના કિંમતોમાં વધારો થશે. કંપનીના કહેવા મુજબ કિંમતમાં વધારો અલગ-અલગ મોડલ માટે અલગ-અલગ રહેશે.
કંપનીએ બહાર પાડેલા સ્ટેટમેન્ટ મુજબ “છેલ્લા થોડા વર્ષ દરમિયાન વિવિધ ઇનપુટ ખર્ચમાં વધારો થયો છે. તેને કારણે કંપનીના વાહનોની કિંમત પર પ્રતિકૂળ અસર થતી રહી છે. કંપની માટે વધારાના ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ હતું. તેથી નાછૂટકે કારના ભાવમાં વધારો કરવો પડયો છે.
અરે વાહ! ડિસેમ્બરમાં આ 10 કંપનીઓના આવશે આટલા હજાર કરોડના IPO; જાણો વિગત
મારુતિ કંપનીએ તાજેતરમાં જ માહિતી આપી હતી કે દેશમાં ચાલી રહેલા સેમિકન્ડક્ટરની અછતને કારણે ડિસેમ્બરમાં તેના બે મેન્યુફેક્ચરિંગ સ્થળોએ વાહન ઉત્પાદન સામાન્ય ક્ષમતાના 80% થી 85% જેટલું થઈ શકે છે.
મારુતિનું તાજેતરનું ઉત્પાદન ઓછું રહ્યું હોવાનું કહેવામાં આવે છે. કંપની કાર ઉત્પાદનના વધતા ઈનપુટ ખર્ચને કારણે પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે અને તેણે આ વર્ષે અનેક વખત પોતાના મોડલ્સમાં ભાવ વધારાની જાહેરાત કરી છે.