News Continuous Bureau | Mumbai
Motorola Edge 30 Ultraને ચાર વર્ષ માટે Android 13, 14 અને 15 અપડેટ્સ મળશે. આ સિવાય સિક્યોરિટી અપડેટ્સ(Security updates) પણ મળશે. ફોનમાં 144Hz ના રિફ્રેશ રેટ (Refresh rate) સાથે 6.67-ઇંચ વક્ર POLED ડિસ્પ્લે છે.
Motorola એ તાજેતરમાં Motorola Edge 30 Ultra લોન્ચ કર્યો અને હવે કંપનીએ તેનું નવું વેરિઅન્ટ રજૂ કર્યું છે. Motorola Edge 30 Ultra હવે 12 GB રેમ અને 256 GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યું છે. Motorola Edge 30 Ultraનું વેચાણ પણ ફ્લિપકાર્ટ(Flipkart) પરથી શરૂ થઈ ગયું છે. નવા વેરિઅન્ટના આગમન પછી, Motorola Edge 30 રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટમાં(RAM and storage variants) ઉપલબ્ધ થઈ ગયું છે. Motorola Edge 30 Ultra સાથે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન(Optical Image Stabilization) પણ આપવામાં આવ્યું છે. Motorola Edge 30 Ultraના 12 GB રેમ સાથે 256 GB સ્ટોરેજની કિંમત 64,999 રૂપિયા રાખવામાં આવી છે. થોડા દિવસો પહેલા લૉન્ચ થયેલા 8 GB રેમ અને 128 GB સ્ટોરેજની કિંમત 59,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી છે. ફોનને ઈન્ટરસ્ટેલર બ્લેક અને સ્ટાયરલાઈટ કલરમાં રજૂ કરવામાં આવ્યો છે.
Motorola Edge 30 Ultraની વિશિષ્ટતાઓ
Motorola Edge 30 Ultraને ચાર વર્ષ માટે Android 13, 14 અને 15 અપડેટ્સ મળશે. આ સિવાય સિક્યોરિટી અપડેટ્સ પણ મળશે. ફોનમાં 144Hz ના રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ વક્ર POLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં HDR10+ અને ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 1250 nits છે. તેમાં 8 GB ની LPDDR5 RAM અને 128 GB સ્ટોરેજ સાથે Snapdragon 8+ Gen 1 પ્રોસેસર છે.
આ સમાચાર પણ વાંચો: દિલ્હીના આ વ્યક્તિએ ખરીદી હતી મારુતિની પહેલી કાર- કંપનીએ 39 વર્ષ પછી પાછી લીધી- આ છે કારણ
Motorola Edge 30 Ultraનો કેમેરા
Motorola Edge 30 Ultra પાસે સેમસંગનું 1/1.22 ઇંચનું 200-મેગાપિક્સલનું સેન્સર છે. આ સાથે, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) માટે પણ સપોર્ટ છે. આમાં બીજો લેન્સ 50 મેગાપિક્સલનો સેમસંગનો અલ્ટ્રા વાઈડ એંગલ અને ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો છે. તેમાં ટેલિફોટો અને મેક્રો મોડ પણ મળશે. ફોનની સાથે 60 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Motorola Edge 30 Ultraમાં કનેક્ટિવિટી માટે 5G (13 બેન્ડ), 4G LTE, Wi-Fi 6E, બ્લૂટૂથ v5.2, GPS/AGPS, NFC, ડિસ્પ્લેપોર્ટ 1.4 અને USB Type-C પોર્ટ છે. તેની સાથે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને 50W વાયરલેસ ચાર્જિંગ અને 10W વાયરલેસ પાવર શેરિંગ વિકલ્પો સાથે 4610mAh બેટરી છે. ફોનને IP52 રેટિંગ મળ્યું છે અને તેમાં Dolby Atmos પણ છે.
આ સમાચાર પણ વાંચો: આ કાર Tata Nexon કરતાં વધુ સિક્યોર છે- જુઓ ટોપ-10નું લિસ્ટ