રિલાયન્સ મુંબઈમાં એક અબજ રૂપિયાના ખર્ચે લક્ઝરી બ્રાન્ડસનો મોલ બનાવશે. જાણો શું મળશે આ મોલ માં અને કઈ રીતે તે બીજા મોલ થી અલગ હશે. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રિલાયન્સ કંપની(Reliance Company) દરેક ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવી ચુકી છે અને તે અવ નવા બિઝનેસ કરતી રહે છે. પોતાના નવા વેંચર માં રિલાયન્સ કંપની મુંબઈમાં એક લક્ઝરી બ્રાન્ડસનો(Luxury brands) મોલ બનાવાવવા જઈ રહી છે. ભારતીય ઉદ્યોગપતિ(Indian businessman) મુકેશ અંબાણી(Mukesh ambani) એક અબજ ડોલરના ખર્ચે મુંબઈમાં શોપિંગ પેલેસ(Shopping Palace) બનાવવા જઇ રહ્યા છે. જયાં પશ્ચિમની લક્ઝરી ચીજવસ્તુઓ(Luxury goods) મળશે. 

આ પ્રોજેક્ટ રિલાયન્સ એમ્પાયરને(Reliance Empire) એક પોર્ટલ તરીકે પણ સ્થાપિત કરશે, જેમાં દુનિયાની મોટાભાગની બ્રાન્ડસ ઉપલબ્ધ હશે. ભારત વિશાળ દેશ હોવાં છતાં લક્ઝરી માર્કેટ પ્રમાણમાં નાનું છે. એક અંદાજ પ્રમાણે આ માર્કેટ આગામી પાંચ વર્ષમાં લગભગ બમણું થઈને લગભગ ૫ બિલિયન ડોલરનું થાય તેવી શકયતા છે. 

આ સમાચાર પણ વાંચો : હેં!! ટ્વિટર બાદ હવે ઈલોન આ જાણીતી ઠંડા પીણાની કંપનીને ખરીદવા થયા ઉતાવળિયા.. જાણો વિગતે.

યુરો મોનિટરના અંદાજ મુજબ તેને ધ્યાનમાં રાખીને રિલાયન્સ લુઈસ વિટનથી(Louis Vuitton) લઈને ગુચી સુધીના પાવરહાઉસ બ્રાન્ડ્‌સનાં ડઝનબંધ આઉટલેટ્‌સ સાથે એક મોલ બનાવી રહી છે. રોઇટર્સે(Reuters) કેટલાક ડોક્યુમેન્ટસની ચકાસણી બાદ આ જાણકારી આપી હતી. ભારતના લગભગ ૯૦૦ અબજ ડોલરનાં રિટેલ માર્કેટમાં આ મોલ લક્ઝરી આઇટમના મામલે ટોપ પર આવશે. આ બાબતની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું. ૨૩૮ અબજ ડોલરની માર્કેટ વેલ્યું સાથેની રિલાયન્સ ઇન઼્‌સ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલું આ જંગી રોકાણ અંબાણીના પરિવારની લક્ઝરી ચીજોના બિઝનેસમાં જવાની યોજનાના ભાગરુપે છે. ખાસ કરીને તેમની ૩૦ વર્ષીય પુત્રી ઇશા જે આ પ્રોજેક્ટ સાથે નજીકથી સંકળાયેલી છે. ચાર માળનો અને ૧૦ ફુટબોલનાં મેદાનના કદનો આ મોલ આરસપહાણના ફ્લોર અને ગોલ્ડન ગાર્ડરેઇલ સાથેનો હશે એમ દસ્તાવેજો દર્શાવે છે. રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલા રિલાયન્સના દસ્તાવેજમાં ફ્લોર પ્લાન દર્શાવે છે કે મોલના અપર ગ્રાઉન્ડ ફ્લોર માટે લગભગ ૩૦ બ્રાન્ડ્‌સ ફાઇનલ કરવામાં આવી છે, જેમાં એલવીએમએચના લુઇસ વીટન, ટિફની(Tiffany) અને ડાયોરનો(Dior) સમાવેશ થાય છે. આ ઉપરાંત એલવીએમએચના હરીફ કેરિંગની ગૂચી(Gucci), બાલેન્સિયાગા અને બોટેગા વેનેટા,વર્સાચે(Versace), રિચેમોન્ટ્‌સ કાર્ટિયર અને હર્મેસ જેવી બ્રાન્ડસ હશે. દસ્તાવેજમાં નાણાકીય વિગતો નથી તેથી બ્રાન્ડ્સમાં ફેરફાર થઇ શકે છે. કોઈપણ બ્રાન્ડે આ અંગે પુછતાં જવાબ આપ્યો નથી. જીયો વર્લ્‌ડ પ્લાઝા આઉટલેટ્‌સમાં ઘણી બ્રાન્ડ્‌સને ભારતમાં તેને વધવાની તક આપશે. ઉદાહરણ તરીકે, બે દાયકા પહેલા પ્રથમ આઉટલેટ શરુ થયું હોવા છતાં લુઈસ વિટન ભારતમાં માત્ર ત્રણ સ્ટોર છે, જ્યારે વર્સાચે નો એક જ સ્ટોર છે. દસ્તાવેજ દર્શાવે છે કે મોલમાં લૂઈસ વિટનનું આઉટલેટ ભારતમાં તેનું સૌથી મોટું અને ૭,૩૭૬ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More