News Continuous Bureau | Mumbai
જો તમે માનતા હોય કે સામાન્ય માણસ જ દેવા હેઠળ દબાયેલો હોય છે તો સાવ એવું નથી. દેશના જ નહીં પણ એશિયા(Asia) પણ સૌથી વધુ ધનિક(Rich) ગણાતા ટોચના ઉદ્યોગપતિઓ(Top businessmen) મુકેશ અંબાણી(Mukesh Ambani) અને ગૌતમ અદાણી(Gautam Adani) ભારે વિદેશી દેવા(Foreign debt) હેઠળ દબાયેલા છે.
એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ બેંક ઓફ બરોડાએ(Bank of Baroda) ભારતીય કંપનીઓ(Indian companies) દ્વારા લેવામાં આવેલી વિદેશી લોન(Foreign loan) અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India) દ્વારા આપવામાં આવેલા ડેટાના આધારે એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓ દ્વારા લેવામાં આવેલા કુલ વિદેશી દેવામાં અંબાણી અને અદાણીની કંપનીઓનો હિસ્સો દર 5 ડોલરમાંથી 1 છે.
રિપોર્ટમાં કહેવા મુજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય કંપનીઓએ વિદેશી ધિરાણકર્તાઓ(Foreign lenders) પાસેથી 38.2 બિલિયન ડોલર (ભારતીય ચલણમાં 2.9 લાખ કરોડ રૂપિયા)ની લોન લીધી છે. તેમાંથી મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) અને ગૌતમ અદાણીની આગેવાનીવાળી કંપનીઓએ જ 8.25 અબજ ડોલર ભારતીય ચલણમાં(Indian currency) 63 હજાર કરોડ)ની લોન લીધી છે.
એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ECB) અથવા વિદેશી દેવું ભારતીય કંપનીઓ તેમની ઓપરેશનલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા યુરોપ, જાપાન અને યુએસ જેવા દેશો પાસેથી લોન લે છે. વિકસિત દેશોમાં વિકાસશીલ દેશો(Developing countries) કરતાં ઓછા વ્યાજદર છે. તેથી ભારતની કંપનીઓને આ લોન ભારતીય બેંકો પાસેથી લીધેલી લોન કરતાં સસ્તી પડે છે. સાથે જ કંપનીઓને સસ્તા એક્સચેન્જ રેટનો લાભ પણ મળે છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારી વચ્ચે આવ્યા રાહતભર્યા સમાચાર- LPG સિલિન્ડરની કિંમતમાં થયો મોટો ઘટાડો- જાણો નવા રેટ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 8 વર્ષમાં ભારતીય કંપનીઓ દ્વારા 260 બિલિયન ડોલરનું વિદેશી દેવું લેવામાં આવ્યું છે. આ લોન વિદેશી મૂડી બજારો, કોમર્શિયલ બેંકો અને ખાનગી ઇક્વિટી રોકાણકારો પાસેથી ઉભી કરવામાં આવી છે.
મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ અદાણી ગ્રુપના ગૌતમ અદાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 190 બિલિયન ડોલરથી વધુ છે. જો બંને કંપનીઓની તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઉમેરવામાં આવે તો તે 33 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 102 બિલિયન ડોલર છે જે તેમને વિશ્વના 7મા સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 93 બિલિયન ડોલરની છે અને તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 10મા ક્રમે છે.