ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણી દિવસે ને દિવસે ધનિક વ્યક્તિ બની રહ્યા છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે એક વર્ષ પહેલા જ તેમણે વિદેશમાં હેરિટેજ બિલ્ડીંગ ખરીદી હતી અને ત્યારે ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ન્યૂયોર્કની પ્રીમિયમ લક્ઝરી હોટલ મેન્ડેરિન ઓરિએન્ટલ ખરીદી હોવાની જાહેરાત કરી છે. ખરેખર આ આલીશાન હોટેલ ખૂબ જ વૈભવશાળી છે અને હાલમાં જ્યાં જુઓ ત્યાં આ જ હોટેલની જ ચર્ચાઓ થઈ રહી છે.

આ હોટેલ મુકેશ અંબાણી ના ઘર એન્ટીલિયા કરતાંય વિશેષ છે. ઉધોગપતિએ આ હોટેલને 98.15 મિલિયન ડૉલર એટલે કે 728 કરોડ રૂપિયામાં ખરીદી છે. શેર બજારને આપેલી માહિતીમાં રિલાયન્સે કોલંબસ સેન્ટ્રલ કોર્પોરેશન સાથે હોટેલને ખરીદવા માટે કરાર કર્યા હોવાની જાણકારી આપી હતી.

ન્યૂયોર્કની મેન્ડેરિન ઓરિએન્ટલ મેન્ડેરિન ઓરિએન્ટલ, ન્યૂયોર્ક સિટીમાં કોલંબસ સર્કલ ખાતે મેનહટનના ડોઇશ બેંક સેન્ટર સ્થિત ફાઇવ-સ્ટાર હોટેલ છે. ડિસેમ્બર 2003માં શરૂ થયેલી આ હોટેલમાં 248 ગેસ્ટ રૂમ્સ અને સ્યુટ્સ ઉપરાંત હોટલ 64 અલગ રેસિડેન્સીસ આપે છે. મેન્ડરિન ઓરિએન્ટલે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે. ફાઇવ ડાયમંડ હોટલમાંથી સેન્ટ્રલ પાર્ક અને હડસન નદીનો અદ્દભૂત નજારો જોવા મળે છે.

મેન્ડરિન ઓરિએન્ટલ એ ન્યૂયોર્ક સિટીની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલમાંની એક છે. મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કના વર્તમાન જનરલ મેનેજર સુઝેન હેટજે છે જે 2013 થી કાર્યરત છે. અહીંનો સ્પા એ મેનહટનમાં માત્ર બે ફોર્બ્સ ફાઇવ-સ્ટાર સ્પામાંનો એક છે. તે હોટેલના 35મા અને 36મા માળે છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હવે ધીમે ધીમે હોટલ ઉદ્યોગમાં પોતાના પગ જમાવી રહ્યા છે. અગાઉ તેમણે લંડનનું કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટ સ્ટોક પાર્ક ખરીદ્યો હતો. તે જ સમયે, હવે તેમણે ન્યૂયોર્કની લક્ઝરી મેન્ડરિન ઓરિએન્ટલ ખરીદી છે. સ્ટોક પાર્ક યુરોપનો સૌથી પોશ ગોલ્ફ કોર્સ છે. જાે તમે હોલીવુડની ફિલ્મો જોશો તો અહીં ડઝનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે.
