News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય માર્ગ પરિવહન(Central road transport) અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ(Highways Minister Nitin Gadkari) શુક્રવારે મુંબઈમાં BSE સ્ટોક એક્સચેન્જમાં(stock exchange) NHAI Inv-IT ડિબેન્ચર્સનું લિસ્ટિંગ પૂર્ણ કર્યું. આ ડિબેન્ચર્સ અપરિવર્તનશીલ(Debentures non-convertible) છે, એટલે કે તેને શેરમાં રૂપાંતરિત કરવામાં આવશે નહીં. BSE ખાતે સવારે 9.15 વાગ્યે યોજાયેલા ફંક્શનમાં તેમણે બેલ વગાડીને શેરબજારમાં(Share market) આ સિક્યોરિટીના ટ્રેડિંગની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન(Chairperson of National Highways Authority of India) અલકા ઉપાધ્યાય(Alka Upadhyaya) અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તમામ સંસ્થાકીય અને છૂટક રોકાણકારોનો(retail investors) ભારતીય નેશનલ હાઈવે ઓથોરિટીની વિશ્વસનીયતામાં ભારે ઉત્સાહ અને વિશ્વાસ બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે ગડકરીએ જણાવ્યું હતું કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર Inv-IT NCDsનું લિસ્ટિંગ એક ઐતિહાસિક ઘટના છે. નીતિન ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે InvITનો બીજો રાઉન્ડ શરૂ થયાના માત્ર 7 કલાકની અંદર લગભગ 7 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. આ કાર્યક્રમ માળખાકીય પ્રોજેક્ટ માટેના ભંડોળના સંચાલનમાં જનભાગીદારીનો નવો પ્રારંભ છે. આ ડિબેન્ચર વાર્ષિક 8.05 ટકા વળતરના અસરકારક દર સાથે ઉચ્ચ ધિરાણપાત્રતા આપશે. આમાં ઓછામાં ઓછા દસ હજાર રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) InvIT દ્વારા NCDs (નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ) જારી કરે છે, જેમાં રોકાણકારો 10,000 રૂપિયાના રોકાણ સાથે સરકારના બિઝનેસ પાર્ટનર બની શકે છે. INVIT પાસે અન્ય ઇક્વિટી ફંડની જેમ રોકાણ કરવાની સુવિધા હશે. તેનું ટ્રેડિંગ માત્ર BSE પર જ થશે.
આ સમાચાર પણ વાંચો : SBI સહિત 18 બેન્કોના ખાતાધારકો ટાર્ગેટ પર- આ એન્ડ્રોઇડ વાયરસ કરી રહ્યો છે સ્ક્રીન રેકોર્ડિંગ- આવી ભૂલ ન કરતા નહીં તો ખાતું થઈ જશે ખાલી
નીતિન ગડકરીએ આશા વ્યક્ત કરી હતી કે વધુ રિટેલ રોકાણકારો તેની તરફ આકર્ષિત થશે. ખાસ વાત એ છે કે તે અન્ય ઇક્વિટી ફંડ્સથી અલગ છે આ અર્થમાં કે જો તમે લૉક-ઇન પીરિયડ સુધી તેમાં પૈસા રાખશો, તો તમને નિશ્ચિત લઘુત્તમ વળતર મળશે. જ્યારે અન્ય ઇક્વિટી ફંડ સામાન્ય રીતે બજાર પ્રમાણે વળતર મેળવે છે અને જો બજાર ઘટે તો નુકસાન થવાની પણ શક્યતા રહે છે.
ગડકરીએ વધુમાં કહ્યું કે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં આંતરિક નફાનો દર ઘણો સારો છે. તેમણે કહ્યું કે 26 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને અન્ય ઘણા પ્રોજેક્ટ શરૂ થવાના છે, જે રોકાણની વધુ તકો પૂરી પાડશે. તેમણે રોકાણકારોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમર્થન આપવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું જેથી કરીને દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરી શકાય.
આ સમાચાર પણ વાંચો : જાણવા જેવું- ટ્વિટર ખરીદવા માટે મસ્ક પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા- કોના પાસેથી લીધી લોન અને કોને ભાગીદારી આપી