News Continuous Bureau | Mumbai
બે મિનિટમાં તૈયાર થનારી સૌની મનપસંદ મેગીને પણ મોંઘવારીનો તાગ મળી ગયો છે.
મેગીની ઉત્પાદક કંપની નેસ્લે ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેણે મેગીના ભાવમાં 9થી 16 ટકાનો વધારો કર્યો છે.
આ વધારા બાદ મેગીના 70 ગ્રામના પેક માટે 12 રૂપિયાને બદલે 14 રૂપિયા ચૂકવવા પડશે. તો 560 ગ્રામના પેક માટે 96 રૂપિયાને બદલે 105 રૂપિયા ચૂકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લેએ 14 માર્ચથી ચા, કોફી અને દૂધની કિંમતોમાં પણ વધારો કર્યો છે. કંપનીએ કહ્યું છે કે સતત વધી રહેલી મોંઘવારીને કારણે આ વસ્તુઓની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે દેશમાં હોળીની ઉજવણી ફિક્કી, વેપાર-ઉદ્યોગ જગત ફરી ચિંતામાં..જાણો વિગતે
