News Continuous Bureau | Mumbai
આજકાલ ડિજિટલ એપ્સ(Digital Apps) દ્વારા લોન લેવાના(Loan service) બનાવ વધી ગયા છે. પરંતુ તેના કારણે ખાતેદારો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડીના(Fraudulent) બનાવો બની રહ્યા છે. તેથી જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(Reserve Bank of India) ડિજિટલ ફ્રોડને(digital fraud) રોકવા માટે મહત્વના પગલાં લીધાં છે અને નાગરિકો માટે મહત્વની સૂચના પણ જાહેર કરી છે.
RBI દ્વારા નવી માર્ગદર્શિકા(New guidelines) જારી કરવામાં આવી છે, જે મુજબ ફક્ત કાનૂની માન્યતા ધરાવતી અને કેન્દ્રીય બેંકના નિયમોનું (Central Bank Regulations) કડક અમલીકરણ ધરાવતી સંસ્થાઓ જ ડિજિટલ લોન(Digital Loans) આપી શકશે.
આ સમાચાર પણ વાંચો : બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે
RBIએ લોન એપ દ્વારા થઈ રહેલી છેતરપિંડી ઓ પર નિયંત્રણ લાવવા માટે આ નિર્ણય લીધો છે. RBIએ ડિજિટલ લોન લેનારાઓને ત્રણ કેટેગરીમાં વિભાજીત કર્યા છે. જે કંપનીઓ RBIના નિયમોનું પાલન કરે છે અને ધિરાણ વ્યવસાય(Lending business) કરવા માટેની પરવાનગી છે તે પ્રથમ શ્રેણીમાં છે, જ્યારે બેન્કિંગ કંપનીઓ(Banking companies) અથવા એપ્સ કે જે નિયમનકારી જોગવાઈઓ અનુસાર લોન આપવા માટે અધિકૃત છે પરંતુ આરબીઆઈ(RBI) દ્વારા નિયંત્રિત નથી તે બીજી શ્રેણીમાં છે.
જોકે ત્રીજી કેટેગરીમાં એવી કંપનીઓ અને લોન એપને રાખવામાં આવી છે જે કોઈ નિયમોનું પાલન કરતી નથી. RBIએ પ્રથમ શ્રેણીની કંપનીઓ માટે નિયમો જાહેર કર્યા છે અને બીજી અને ત્રીજી શ્રેણી માટે કેન્દ્ર સરકારને યોગ્ય નિયમો બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : અરે બાપ રે- અંધેરીમાં વાંદરાઓનો માણસો પર હુમલો- 15 ઘાયલ કર્યા
