News Continuous Bureau | Mumbai
તમે ઘર ભાડા(House rent) પર આપ્યું છે તો તમારા માટે મહત્વના સમાચાર છે. GST કાઉન્સિલ(GST Council) દ્વારા લાગુ કરાયેલા નવા GST ટેક્સ(GST Tax) બાદ સામાન્ય માણસના ખિસ્સાને બરોબરનો ફટકો પડવાનો છે. દેશભરમાં ઘર ભાડા પર 18 ટકા GST લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ સામાન્ય લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
ખાદ્યપદાર્થ(Food items) પર 18 ટકા GST ની સાથે જ ઘરના ભાડા પર GST લાગુ કરવામાં આવ્યો છે, તેથી લોકોમાં ભારે રોષ છે. જોકે ટેક્સ નિષ્ણાતોના(tax experts) કહેવા મુજબ દરેક વ્યક્તિએ આ GST ચૂકવવો પડશે નહીં.
ટેક્સ નિષ્ણાતોના કહેવા મુજબ તમામ ભાડૂતોએ(Tenants) ઘરના ભાડા પર 18 ટકા GST ચૂકવવો પડશે નહીં. જે ભાડૂતો પાસે સત્તાવાર GST નંબર છે તેમણે તેમના ઘરના ભાડા પર 18 ટકા GST ચૂકવવો પડશે. જેથી સામાન્ય લોકોને વધુ નુકસાન સહન કરવું નહીં પડે.
આ સમાચાર પણ વાંચો : GST મામલે નિર્મલા સીતારામનનું મોટુ નિવેદન સામે આવ્યું કહ્યું
ભારતમાં આજે પણ મોટાભાગના લોકો પાસે ઘર નથી. તેથી, ઘરના ભાડા પર કરવેરા ઘણા વર્ષોથી મુખ્ય મુદ્દો છે. વર્ષ 2007માં માત્ર કોમર્શિયલ પ્રોપર્ટીની(commercial property) હદ સુધી જ મકાન ભાડા પર સર્વિસ ટેક્સ(Service tax) લાદવામાં આવ્યો હતો. ત્યારે પણ રહેણાંક મિલકતને કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી. દેશમાં GST લાગુ થયા બાદ ઘરના ભાડાને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.