Site icon

હવે આ વેપારી સંગઠને કરી માગણી; કહ્યું થયેલા નુકસાનનું વળતર આપે સરકાર,જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ ‘કૈટ’એ લૉકડાઉન દરમિયાન બંધ રહેલી દુકાનોમાં માલને થયેલા નુકસાન માટે દુકાનદારોને વળતર આપવાની માગ સરકાર પાસે કરી છે. ‘કૈટ’ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યવેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે દુકાનો બંધ હતી એ સમયમાં ઘણો માલ ઉંદરો કાતરી ગયા છે તો અમુકની મુદત પૂરી થઈ ગઈ છે.

જો સરકાર વાવાઝોડાને થયેલા નુકસાન બદલ અસરગ્રસ્તોને વળતર આપે છે તો એ પ્રમાણે વેપારીઓને પણ પંચનામું કરી થયેલા નુકસાન માટે વળતર ચૂકવવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે હાલ વેપારીઓ પાસે નવો માલ ખરીદવા માટે મૂડી નથી. બૅન્કના હપતા ચૂક્વવા પણ ભારે પડે છે. આ સંજોગોમાં અનેક દુકાનો બંધ થવાને આરે ઊભી છે. જો એમ થશે તો અનેક લોકો પોતાનો રોજગાર ગુમાવશે.

બેસ્ટની બસમાં સીટ પ્રમાણે જ મુસાફરો, લાઇનમાં ઊભા રહેલા મુસાફરો થાકી ગયા, બસસ્ટૉપ ઉપર બસ ઊભી જ ન રહી

ઉલ્લેખનીય છે કે તેમના મતે દુકાનદારો લાઇસન્સ ફી ભરતા હોવાથી વળતર ચૂકવવાની જવાબદારી સરકારની છે. વેપારીઓને ફ્રન્ટ લાઇન વર્કરનો દરજ્જો આપી તેમને રસીમાં પણ પ્રાથમિકતા આપવાની માગણી તેમણે કરી છે. થાણે અને નવી મુંબઈ પાલિકાની હદમાં આખો દિવસ દુકાનો ખૂલી રાખવાની પરવાનગી મળતાં કૈટના મહાનગર મહામંત્રી તરુણ જેને સરકારનો આભાર માન્યો હતો.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version