ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
દેશમાં આસામાને પહોચેલા કાંદાના ભાવને નિયંત્રણમાં લાવવા અગાઉ ઈરાનથી કાંદા મંગાવ્યા હતા. હવે તુર્કસ્તાનથી કાંદા મગાવવામાં આવ્યા છે. જોકે આ કાંદાનો ટેસ્ટ સારો ન હોવાથી ગ્રાહકો તેનાથી દૂર ભાગી રહ્યા છે. જોકે તુર્કથી આવેલા કાંદાને કારણે સ્થાનિક ખેડૂતોને તેમના માલ બજાર કિંમતથી ઓછો ભાવ મળી રહ્યો છે.
હાલ બજારમાં તુર્કસ્તાનથી આવેલા કાંદા 15થી 21 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. કાંદાના ભાવ હાલ સ્થિર થયા છે, છતાં ઉનાળુ કાંદાને જે ભાવ મળવો જોઈએ તે મળી રહ્યો ન હોવાની નારાજગી સ્વાભિમાન શેતકરી સંઘટનાએ વ્યક્ત કરી છે.
કાંદા તેના ટેસ્ટ માટે ઓળખાય છે પરંતુ તુર્કથી આયાત કરેલા કાંદાનો ટેસ્ટ ખરાબ હોવાથી ગ્રાહકો તેનાથી દૂર ભાગી રહ્યા છે. જોકે હોટલવાળા આ કાંદાના ભાવ ઓછા હોવાથી તેને ખરીદી રહ્યા છે. તેને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.
કપડાં અને પગરખાં પર 12% GST ના વિરોધમાં આ અસોસિયેશનના નેતૃત્વમાં થશે રાષ્ટ્રવ્યાપી આંદોલન; જાણો વિગત
વાશીની એપીએમસીની કાંદા-બટાટાની બજારમાં મહિના પહેલા કાંદાનો ભાવ 35 રૂપિયા કિલોથી વધુ હતું. તે હવે હોલસેલ બજારમાં 40 રૂપિયાથી વધુ થઈ જાય એવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. તેથી અમુક વેપારીઓએ નફો કમાવવાના ઉદેશ્યથી ઈરાનથી 480 ટન કાંદા આયાત કર્યા હતા, તે 20થી 30 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે.
હવે તુર્કસ્તાનથી કાંદા આયાત કરવામાં આવ્યા છે. દેશી-વિદેશી કાંદાની આવક વધવાથી ભાવ સતત ઘસરી રહ્યા છે. સૌથી નીચી ગુણવત્તાના કાંદા 5 રૂપિયા કિલોએ વેચાયા છે, તેનો ફટકો ખેડૂતોને બેસી રહ્યો છે.
