ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
શેર બજાર એટલે ગાડું ખાતું. અનેક લોકો આવા શબ્દો માં શેર બજારને મેણુ મારતા હોય છે. ત્યારે બીજી તરફ આ વાતને સાચી સાબિત કરતાં દાખલા હાલ શેરબજારમાં નોંધાઈ રહ્યા છે. હાલ શેર બજારમાં વેચવાલી ચાલુ છે. કોરોના ના વધતા જતા કેસને કારણે શેર બજાર નીચે આવે છે. જેને કારણે અત્યાર સુધી રોકાણકારોનું સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે બીજી તરફ જે શેરના નામમાં ઓક્સિજન અને ગેસ છે તે કંપનીઓના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આવું કેમ છે કોને ખબર? એવું માનવામાં આવી રહ્યું છે કે રોકાણકારો ને ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપનીઓ માં વધુ નફો દેખાઈ રહ્યો છે. આથી આ કંપનીના શેર ખરીદવા પાછળ આંધળી દોટ જોવા મળે છે. જોકે તેમને આર્થિક લાભ થશે કે કેમ તે આવનારો સમય જ કહી શકશે.