ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઓક્ટોબર, 2021
બુધવાર.
પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં આજે એટલે કે બુધવારે વધારો કરવામાં આવ્યો છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા અને ડીઝલનાં ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 102.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.42 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. વળી, હવે મુંબઈમાં પેટ્રોલની કિંમત 108.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 99.17 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
ઉલેખનીય છે કે 24 સપ્ટેમ્બર બાદ દેશમાં ડીઝલનાં ભાવમાં 2.80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે, જ્યારે એક સપ્તાહમાં પેટ્રોલની કિંમતમાં 1.80 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
વસૂલી કરનાર માર્શલ વિરૂધ પાલિકા ‘કથિતપણે’ કડક બનશે જાણો વિગત
