News Continuous Bureau | Mumbai
આ સમયે ડિવિડન્ડ(Dividend)ની વહેંચણી કરવાની સ્પર્ધા છે. હવે આ યાદીમાં વધુ એક કંપની જોડાઈ છે. આ કંપની બીજું કોઈ નહીં પણ Pfizer છે. રેગ્યુલેટરને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે, કંપનીની બોર્ડ મીટિંગ 6 સપ્ટેમ્બર મંગળવારના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં રોકાણકારો(Investors)ને રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર રૂ. 30નું ડિવિડન્ડ ચૂકવવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે, કંપની દ્વારા પાત્ર રોકાણકારો(Investors)ને 300 ટકા ડિવિડન્ડ આપવામાં આવશે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 300 ડિવિડન્ડ સપ્ટેમ્બર 2022ના રોજ અથવા તે પહેલા ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, Pfizer દ્વારા 20 સપ્ટેમ્બર 2022ની તારીખ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.બહુરાષ્ટ્રીય ફાર્મા કંપની ફાઈઝરએ 1996માં ભારતીય શેરબજાર(Indian Share Market)માં પ્રવેશ કર્યો હતો. વેક્સીન, હોસ્પિટલ, ઈન્ટરનલ મેડિસિન(Internal Medicine)નો વેપાર કરતી ફાઈઝરના શેરમાં આ વર્ષે ભારે ઘટાડો જોવા મળ્યો છે. કંપનીનો શેર NSE પર 15 ટકાથી વધુ ઘટીને રૂ. 4311 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, જો આપણે છેલ્લા એક વર્ષના પ્રદર્શનની વાત કરીએ તો, કંપનીના શેરના ભાવમાં 29 ટકાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે, ફાઈઝરની કોવિડ વેક્સીન(Covid Vaccine) યુએસ માર્કેટ(US Market)માં ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચો : બિઝનેસ આઈડિયા- ઘરે બેઠા શરુ કરો આ બિઝનેસ – બનાવી દેશે આપને કરોડપતિ
Short Description
આ સમયે ડિવિડન્ડની વહેંચણી કરવાની સ્પર્ધા છે. હવે આ યાદીમાં વધુ એક કંપની જોડાઈ છે. આ કંપની બીજું કોઈ નહીં પણ Pfizer છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 6 સપ્ટેમ્બરના રોજ બોર્ડ મીટિંગ(Board Meeting)માં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાત્ર શેરધારકો(Share Holder)ને પ્રતિ શેર 30 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. કંપની દ્વારા રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.