ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 14 એપ્રિલ 2021.
બુધવાર.
મહારાષ્ટ્રના ઠાકરે સરકારના આંશિક લોકડાઉનના નિર્ણયનો પુનાના વેપારીઓએ પણ વિરોધ કર્યો છે. એવું જાણવામાં આવ્યું છે કે, આવતા બે દિવસમાં પુના નો વેપારી મહાસંઘ હાઇકોર્ટમાં આ બાબતે અપીલ કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુનાના વેપારી વર્ગે સરકારને લોકડાઉનના નિર્ણય અંગે સવાલ કર્યો છે કે, શહેરમાં સંચારબંધી હોવા છતાં પણ શિવથાળી અને રીક્ષા ચાલુ રાખવાની પરવાનગી શા માટે આપી છે. વેપારી મહાસંઘના પદાધિકારી સરકારને વધુ પ્રશ્ન પુછતા જણાવે છે કે, 'સરકાર ગરીબોને મફત અનાજ પૂરું પાડવાની છે એ લેવા માટે જ્યારે નાગરિકો લાઈન લગાવશે તેમજ શિવ ભોજન થાળી માટે પણ જ્યારે લોકોની લાઈન લાગશે ત્યારે ગર્દી થશે નહીં? રાજ્ય સરકારનો હેતુ ફક્ત વેપારીઓના પૂર્ણપણે અન્યાય કરવાનો જ છે. શું ફક્ત વેપારીઓથી જ કોરોના પ્રસરે છે?'
તો શું લોકડાઉનમાં ટ્રેનો નહીં દોડે? જાણો રેલવે પ્રશાસનનો જવાબ.
ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ચેમ્બર ઓફ કોમર્સે આયોજિત કરેલી રાજ્યવ્યાપી બેઠકમાં સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરવા બાબતે નિર્ણય કરવાની શક્યતા છે.
