News Continuous Bureau | Mumbai
વધુને વધુ લોકો યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરે તે માટે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ(RBI) બુધવારે ક્રેડિટ કાર્ડને(Credit card) ઇન્સ્ટન્ટ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ(Instant real-time payment system) સાથે લિંક કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
"રુપે(RuPay) ક્રેડિટ કાર્ડ્સ સાથે UPI જોડવાથી આ સુવિધા વધુ સક્ષમ થશે. આ વ્યવસ્થા ગ્રાહકોને UPI પ્લેટફોર્મ(UPI platform) દ્વારા ચુકવણી કરવા માટે વધુ સુવિધાજનક થઈ રહેશે. જરૂરી સિસ્ટમ ડેવલપમેન્ટનું(system development) કામ પૂર્ણ થયા પછી આ સુવિધા ઉપલબ્ધ થશે," એવું RBIએ જણાવ્યું હતું.
RBI ના કહેવા મુજબ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ને અલગથી જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવશે.
હાલમાં, UPI વપરાશકર્તાઓના ડેબિટ કાર્ડ દ્વારા બચત અથવા ચાલુ ખાતાને લિંક કરીને ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર- હવે લોન થશે મોંઘી- RBIએ ફરી એકવાર રેપો રેટમાં આટલા બેસિસ પોઇન્ટનો કર્યો વધારો
RBI ગવર્નર શક્તિકાંત દાસના(Governor Shaktikant Das) કહેવા મુજબ, UPI ભારતમાં 26 કરોડથી વધુ યુનિક યુઝર્સ અને 5 કરોડ વેપારીઓ સાથે પેમેન્ટનું સૌથી વધુ વપરાતું મોડ ઓફ પેમેન્ટ બની ગયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે મે મહિનામાં 10.40 લાખ કરોડ રૂપિયાના 594.63 કરોડ ટ્રાન્ઝેક્શન UPI દ્વારા પાર પાડવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ બેંકે(Central bank) રીકરીંગ પેમેન્ટ માટે કાર્ડ્સ પરની ઈ-મેન્ડેટ મર્યાદાને 5,000 રૂપિયા થી વધારીને 15,000 રૂપિયા કરવાની પણ દરખાસ્ત કરી હતી.