257
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
25 ડિસેમ્બર 2021
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ MUFG બેંક પર તેના વૈધાનિક અને લોન પરના અન્ય નિયંત્રણોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, MUFG બેંકે એવી કંપનીઓને લોન આપી છે જેમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં અન્ય બેંકોના ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે.
આ RBIના નિર્દેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. દંડ લાદવાનું આ મુખ્ય કારણ છે.
અગાઉ આરબીઆઈએ એમયુએફજીને નોટિસ પણ જારી કરી હતી. આરબીઆઈ બેંકના જવાબથી સંતુષ્ટ ન હતી. આખરે બેંકને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
MUFG બેંક અગાઉ ધ બેંક ઓફ ટોક્યો-મિત્સુબિશી UFJ લિમિટેડ તરીકે જાણીતી હતી.
You Might Be Interested In