News Continuous Bureau | Mumbai
નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની (NBFC)ઓ માટે રીર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ નિયમો વધુ સખત બનાવ્યા છે. જે હેઠળ NBFCએ પણ અમુક મામલામાં લોન એપ્રુવલ (Loan Approval)કરવા પહેલા મંજૂરી લેવી પડશે. પહેલી ઓક્ટોબર(October)થી આ નિયમ અમલમાં આવશે.
RBIના જણાવ્યા મુજબ NBFCએ પણ અમુક મામલામાં લોનની એપ્રુવલ પહેલા મંજૂરી લેવી પડશે. જેમાં NBFC તેના ચેરમેન, એમડી અથવા તેના સગા સંબંધી, ડાયરેક્ટરોને પાંચ કરોડ અથવા તેનાથી વધુ રકમની લોન આપવી નહીં. એ સિવાય જો NBFCનો ડાયરેક્ટર કોઈ ફર્મમાં પાર્ટનર છે તો તેને કડક નિયમ લાગુ પડશે.
આ સમાચાર પણ વાંચો : પુતિનને યુક્રેન પર હુમલો કરવો પડ્યો ભારે, ઇન્ફોસિસ બાદ હવે ભારતની અગ્રણી સ્ટીલ કંપનીએ પણ રશિયામાં બંધ કર્યો બિઝનેસ; જાણો વિગતે
RBIના જણાવ્યા મુજબ જો NBFC તરફથી તેના વરિષ્ઠ અધિકારીઓને લોન આપવી હશે તો તે પહેલાં તેની જાણ બોર્ડને કરવાની રહેશે. કોઈ પણ બિલ્ડર પરિયોજના માટે લોન એપ્રુવલ ત્યારે મળશે જ્યારે પ્રોજેક્ટને બધી મંજૂરી મળી ગઈ હોય. નાના NBFCએ ડાયરેક્ટરને લોન આપવા માટે બોર્ડ તરફથી મંજુર પોલિસી લાવવી પડશે.