News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Share Market)ના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા(Rakesh jhunjhunwala)ની એરલાઇન કંપની અકાસા એર(Airline company Akasa Air) ટૂંક સમયમાં ઉડાન ભરવા જઈ રહી છે. આ જ ક્રમમાં અકાસા એરલાઇને તેના વિમાનની પ્રથમ તસવીર(first photo) જાહેર કરી હતી.
કંપનીએ ટ્વિટર(twitter) પર વિમાન(Plan)ની બે તસવીરો શેર કરી છે. એક તસ્વીરમાં આખું વિમાન જોવા મળે છે, જે નારંગી અને સફેદ રંગનું છે અને એરલાઇનનું નામ(airline name) વાદળી રંગમાં લખેલું છે. આ તસવીર સાથે, કંપનીએ કેપ્શન આપ્યું, ‘હવે શાંત રહી શકતો નથી! અમારા QP-Pie ને હાય કહો.’ અન્ય ટ્વિટમાં, કંપનીએ એરક્રાફ્ટ(Aircraft)નો ફ્રન્ટ લુક શેર કર્યો, જેમાં વાદળી રંગમાં YAA લખેલું જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : ઝુમ બરાબર ઝુમ શરાબી… મુંબઈના લોકો અધધ… આટલો બધો દારૂ પી ગયા. આંકડા આવ્યા સામે. પરંતુ દેશના આ રાજ્યમાં સૌથી વધુ બેવડાઓ.. જાણો લેટેસ્ટ રિપોર્ટ..
અકાસા એર(Akasa Air) આ વર્ષે જુલાઈથી કોમર્શિયલ ઓપરેશન(commercial operation) શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને એક ‘QP’ કોડ આપવામાં આવ્યો છે, જે તેણે પોતે થોડા દિવસો પહેલા આપ્યો હતો. વિશ્વની દરેક એરલાઈન્સનો એક કોડ હોય છે. ઉદાહરણ તરીકે, ઈન્ડિગો(Indigo) માટેનો કોડ “6E” છે. ગો ફર્સ્ટ(Go first) પાસે “G8” છે અને એર ઈન્ડિયા પાસે “AI” છે.
રાકેશ ઝુનઝુનવાલા ઉપરાંત વિનય દુબે (Vinay Dubey)અને આદિત્ય ઘોષ(Aditya Ghosh)ની પણ અકાસા એરમાં ભાગીદારી છે. આ બંનેને એરલાઈન ઈન્ડસ્ટ્રીના નિષ્ણાત માનવામાં આવે છે. ગયા વર્ષે, અકાસા એર(Akasa Air)એ તેની ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે 72 બોઇંગ(Boing) 737 મેક્સ જેટ(Max jet)નો ઓર્ડર આપ્યો હતો.