Site icon

SBIએ જનધન ખાતા ધારકો પાસેથી વસૂલ કરી આટલા કરોડ ગેરવાજબી ફી; સરકારના આદેશ બાદ પણ પરત નથી કરી: જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

આઇઆઇટી મુંબઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર એક અહેવાલ બનાવવામાં આવ્યો છે. SBIએ હજુ સુધી જનધન ખાતા ધારકો પાસેથી ડિજિટલ પેમેન્ટ માટે બે વર્ષમાં ખોટી રીતે એકત્રિત કરાયેલા રૂ. 164 કરોડ રિફંડ કર્યા નથી. આઈઆઈટી મુંબઈના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. IITના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2017થી ડિસેમ્બર 2019 દરમિયાન ડિજિટલ પેમેન્ટના બદલામાં જનધન ખાતાધારકો પાસેથી 164 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા, પરંતુ આ ગેરવાજબી ફી હજુ સુધી ખાતાધારકોના ખાતામાં પરત કરવામાં આવી નથી.

સરકાર તરફથી સૂચના મળ્યા બાદ પણ હજુ સુધી ખાતાધારકોને માત્ર 90 કરોડ રૂપિયા જ પરત કરવામાં આવ્યા છે. 164 કરોડની રકમ હજુ પરત કરવાની બાકી છે. SBIએ એપ્રિલ 2017થી સપ્ટેમ્બર 2020 દરમિયાન જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા સામાન્ય બચત ખાતાઓમાંથી UPI અને RuPay દ્વારા થયેલા વ્યવહારોના બદલામાં રૂ. 254 કરોડથી વધુ એકત્ર કર્યા હતા. જેમાં બેંકે દરેક ટ્રાન્ઝેક્શન પર ખાતાધારકો પાસેથી 17.70 રૂપિયા વસૂલ્યા હતા. સ્ટેટ બેંકને આ અંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

ભાજપ હાઈ કમાન્ડે કર્યા સંગઠનમાં મોટા ફેરફાર, સાઈડલાઈન કરી દેવાયેલા આ ભાજપના આ નેતાને મળ્યુ પ્રમોશન; સોંપાઈ રાષ્ટ્રીય સ્તરની જવાબદારી.

SBI અન્ય કોઈપણ બેંકથી વિપરીત જન ધન ખાતાધારકો પાસેથી ડિજિટલ વ્યવહારો પર ફી વસૂલવાનું શરૂ કર્યું. એક મહિનામાં ચારથી વધુ ઉપાડ માટે બેંક 17.70 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી વસૂલતી હતી. SBIની આ મનસ્વીતાની ફરિયાદ ઓગસ્ટ 2020માં નાણા મંત્રાલયને કરવામાં આવી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ 30 ઓગસ્ટ 2020ના રોજ બેંકોને 1 જાન્યુઆરી 2020થી ખાતાધારકો પાસેથી વસૂલવામાં આવેલી ફી રિફંડ કરવા માટે સૂચનાઓ જારી કરી હતી. આવી કોઈ ફી વસૂલવામાં નહીં આવે તેવી સૂચના પણ આપવામાં આવી હતી. આ સૂચનાને અનુસરીને SBI એ 17 ફેબ્રુઆરી 2021ના ​​રોજ જન ધન ખાતા ધારકો પાસેથી ડિજિટલ વ્યવહારો માટે વસૂલવામાં આવેલી ફી રિફંડ કરવાની પ્રક્રિયા શરૂ કરી. IIT મુંબઈનો રિપોર્ટ તૈયાર કરનાર આંકડાશાસ્ત્રના પ્રોફેસર આશિષ દાસે મીડિયાને કહ્યું હતું કે હજુ પણ આ ગરીબ ખાતાધારકોના 164 કરોડ રૂપિયા બેંક દ્વારા પરત કરવાના બાકી છે.

નાના ભૂલકાઓનું 20 મહિનાનું વેકેશન પૂરુ, ગુજરાતમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ; શિક્ષણ વિભાગે આ નિયમોનું કરવું પડશે સખ્ત પાલન 
 

Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Exit mobile version