Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર- SBI ના દેશભરના કરોડો ગ્રાહકોને મળશે આ સર્વિસ ફ્રી

News Continuous Bureau | Mumbai

જો તમારું એકાઉન્ટ પર  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે, તો તમને પણ બેંકની આ સેવાનો લાભ મળશે. SBIએ  દેશભરના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર લાવી છે. બેંકે મોબાઈલ ફંડ ટ્રાન્સફર(Mobile Fund Transfer) પર SMS ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

બેંકે જણાવ્યું હતું કે SMS ચાર્જને માફ કર્યા પછી, ગ્રાહકો હવે USSD સેવાઓનો ઉપયોગ કરીને કોઈપણ વધારાના શુલ્ક ચૂકવ્યા વિના વ્યવહારો કરી શકે છે.

SBIએ Twitter પર જાહેરાત કરી હતી કે “અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મોબાઇલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ માફ કરવામાં આવ્યો છે. વપરાશકર્તાઓ હવે USSD સેવાઓનો ઉપયોગ કરીને કોઈપણ વધારાના શુલ્ક વિના(without charge) સરળતાથી વ્યવહાર કરી શકે છે,”

આ સમાચાર પણ વાંચો : શેર માર્કેટમાં મંગળ શરૂઆત બંને મુખ્ય સૂચકાંકમાં જબરદસ્ત ઉછાળો આ શેર છે ટોપ ગેઈનર્સ 

ફ્રી મોબાઈલ ફંડ ટ્રાન્સફરથી ખાસ કરીને ફીચર ફોનનો ઉપયોગ કરતા SBI ગ્રાહકોને ફાયદો થશે.

તેમના ફીચર ફોન પર *99# ડાયલ કરીને, SBI ગ્રાહકો પૈસા મોકલવા અથવા વિનંતી કરવા જેવા વ્યવહારો કરી શકે છે. તેઓ તેમના એકાઉન્ટ બેલેન્સ(Account balance) પણ ચકાસી શકે છે, મિની સ્ટેટમેન્ટ(Mini statement) મેળવી શકે છે અને તેમની UPI પિન બદલી શકે છે.
 

ATM Cash Crunch એટીએમમાં કેશની અછત? ઘણી જગ્યાએ ખાલી થયા મશીનો, RBI એ બેંકો પાસેથી માંગ્યો રિપોર્ટ
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Tech War ટેકનોલોજીની પીચ પર અંબાણી vs અદાણી! મેટા (Meta) ના આગમનથી ક્લાઉડ ગેમ બની વધુ રોમાંચક
Cancer Detection Test કેન્સરના નિદાનમાં મોટી સફળતા, હવે બ્લડ ટેસ્ટ દ્વારા થશે કેન્સરની ઓળખ, રિલાયન્સને મળ્યું મહત્વનું પેટન્ટ
Exit mobile version