એસબીઆઈનો નફો ૬૨ ટકા ઊછળી રૂ. ૮,૪૩૧.૯ કરોડ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022         

સોમવાર.

દેશમાં સૌથી મોટી બેંક એસબીઆઈએ ડિસેમ્બર ક્વાર્ટર માટે રૂ. ૮,૪૩૧.૯ કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૬૨ ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકે એનાલિસ્ટ્‌સની અપેક્ષા કરતાં નોંધપાત્ર ઊંચો દેખાવ દર્શાવ્યો હતો. નફામાં તીવ્ર વૃદ્ધિનું કારણ વાર્ષિક ધોરણે પ્રોવિઝનિંગમાં તીવ્ર ઘટાડો હતું. બેંકે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં ૩૨.૬ ટકા ઘટાડે રૂ. ૬,૯૭૪ કરોડનું પ્રોવિઝનિંગ કર્યું હતું. સમગ્રતયા પ્રોવિઝન્સમાં ઘટાડો જાેવા મળ્યો હતો, જાેકે લોન-લોસ પ્રોવિઝન્સ વધીને રૂ. ૩,૦૯૬ કરોડ પર જાેવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. ૨,૨૯૦ કરોડ પર હતું. કોવિડ સંબંધિત પ્રોવિઝન્સ રૂ. ૬,૧૮૩ કરોડ પર રહ્યું હતું. કોવિડ રેઝોલ્યુશન પ્લાન-૧ અને પ્લાન-૨ હેઠળ બેંકની રિસ્ટ્રક્ચર્ડ બુકનું કદ રૂ. ૩૨,૮૯૫ કરોડ રહેવા પામ્યું હતું. જે કુલ લોન બુકના ૧.૨ ટકા જેટલું હતું. જાહેર ક્ષેત્રની બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વાર્ષિક ધોરણે ૬.૫ ટકા વધી રૂ. ૩૦,૬૮૭ કરોડ પર રહી હતી. જે બજારની અપેક્ષા કરતાં નીચે હતી. કંપનીનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ૬ બેસિસ પોઇન્ટ્‌સના સુધારે ૩.૪ ટકા પર જાેવા મળ્યું હતું. બેંકના જણાવ્યા મુજબ ક્વાર્ટર દરમિયાન ક્રેડિટ ગ્રોથ ૮.૫ ટકા પર જાેવા મળ્યો હતો. જેમાં ડોમેસ્ટિક લોન્સમાં ૬.૫ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.

વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની ગેરરીતીઓનો સામનો કરવો CAIT એ નોન-કોર્પોરેટ સેક્ટરને કરી આ અપીલ.જાણો વિગત

રિટેલ લોન બુકમાં ૧૪.૬ ટકા જ્યારે હોમ લોન્સમાં ૧૧.૨ ટકા વૃદ્ધિ જાેવા મળી હતી. એમએસએમઈ ક્ષેત્રે પણ લોન વૃદ્ધિ જાેવા મળી હતી. બેંકની એસેટ ક્વોલિટીમાં સુધારો જાેવા મળ્યો હતો અને ગ્રોસ એનપીએ લેવલ ૪.૫ ટકા પર જાેવા મળ્યું હતું. જે સપ્ટેમ્બર મહિનાની આખરમાં ૪.૯ ટકાના સ્તરે હતું. જ્યારે નેટ એનપીએ લેવલ સપ્ટેમ્બર ક્વાર્ટરના ૧.૫૨ ટકાના સ્તરેથી ઘટી ૧.૩૪ ટકા પર રહ્યું હતું. વાર્ષિક ધોરણે બેંકના સ્લીપેજિસમાં ઉછાળો નોંધાયો હતો અને વાર્ષિક ધોરણે તે રૂ. ૨,૩૩૪ કરોડ પર રહ્યાં હતાં. જાેકે સપ્ટેમ્બરમાં નોંધાયેલા રૂ. ૪,૧૭૬ કરોડની સરખામણીમાં તે નીચા હતાં. શુક્રવારે બેંકનો શેર ૨ ટકા ઘટાડા સાથે ૫૩૦.૩૦ની સપાટી પર બંધ રહ્યો હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment