Site icon

Samsung એ ભારતમાં લોન્ચ કર્યું પાવરફુલ એર પ્યુરિફાયર- જાણો શું છે કીંમત

News Continuous Bureau | Mumbai

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ(Consumer Electronics Brand) Samsungએ ભારતમાં પાવર પેક્ડ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ(Power Packed Internet of Things) (IoT) સક્ષમ એર પ્યુરીફાયરની( air purifier) તેની નવી શ્રેણી લોન્ચ કરી છે. Samsungના આ નવા એર પ્યુરીફાયર 645 ચોરસ ફૂટ સુધીના વિશાળ વિસ્તારને આવરી લે છે. આ એર પ્યુરીફાયર માસ્ટર બેડરૂમ, ફિટનેસ સ્ટુડિયો, હોસ્પિટલ રૂમ અને અન્ય મોટી જગ્યાઓ માટે યોગ્ય છે. નવા એર પ્યુરીફાયર – AX46 અને AX32 મોડલ – એક-બટન નિયંત્રણ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ એર પ્યુરિફાયર 99.97% નેનો-કદના કણો, સૂક્ષ્મ કણો, બેક્ટેરિયા અને એલર્જનને દૂર કરે છે.

Join Our WhatsApp Community

IoTના સપોર્ટ હોવાને કારણે, આ એર પ્યુરિફાયર્સને તમે તમારા ફોનમાંથી નિયંત્રિત કરી શકશો. આ સિવાય તમે એર ક્વોલિટી ચેક (Air quality check) કરી શકો છો અને એર પ્યુરીફાયરના અન્ય ફંક્શનને ફોનથી જ કંટ્રોલ કરી શકો છો.

નવી રેંજમાં બહુસ્તરીય ક્ષમતા પ્યોરીફીકેશન સિસ્ટમ પણ મળે છે જે અલ્ટ્રાફાઇન ધૂળને દૂર કરે છે. સિસ્ટમમાં ધોવા યોગ્ય પ્રી ફિલ્ટરનો સમાવેશ થાય છે, જે મોટા કણોને અલગ કરે છે. સક્રિય કાર્બન ડિઓડોરાઇઝેશન ફિલ્ટર(Carbon deodorization filter) પછી હાનિકારક વાયુઓને દૂર કરે છે. ડસ્ટ પાર્ટિકલ કલેક્શન(Dust particle collection) ફિલ્ટર 99.97% ઝીણા ધૂળના કણોને પકડે છે.

આ સમાચાર પણ વાંચો: વાયુ પ્રદૂષણથી બચાવશે આ સ્વદેશી હેલ્મેટ- છે અદ્ભુત ફીચર્સ- આટલી છે કિંમત

AX46 મોડલ ન્યુમેરિક ઇઝી વ્યુ ડિસ્પ્લે ફીચર(Numeric Easy View Display Feature) અને લેસર PM 1.0 સેન્સર સાથે આવે છે. સેન્સર વાસ્તવિક સમયમાં હવાની ગુણવત્તા પર નજર રાખે છે અને તેમાં સામેલ વાયુના ભાગને ઓળખે છે. વપરાશકર્તાઓ ડિસ્પ્લે પર પરિણામો જોઈ શકે છે, જે PM 1.0/2.5/10 પ્રદૂષકોનું સ્તર દર્શાવે છે. તે 4-રંગ સૂચક સાથે એકંદર હવા ગુણવત્તા સ્તર પણ દર્શાવે છે.

Samsungના AX46 અને AX32 એર પ્યુરીફાયર Samsungના વિશિષ્ટ સ્ટોર્સ અને ઓનલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આમાંથી AX32 રૂ. 12,990ની પ્રારંભિક કિંમતે અને AX46 રૂ. 32,990માં ખરીદી શકાય છે. બંને એર પ્યુરીફાયર સાથે 12 મહિનાની વોરંટી ઉપલબ્ધ રહેશે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version