News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે(trading day) પણ બજારમાં(Share market) વેચવાલીનો માહોલ રહ્યો છે.
આજે પણ દિવસના ટ્રેડિંગ સેશન(Trading session) પછી, સેન્સેક્સ-નિફ્ટી(Sensex-Nifty) બંને લાલ નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ 153.13 પોઈન્ટ ઘટીને 52,693.57 ના સ્તર પર અને નિફ્ટી 42.30 પોઈન્ટ ઘટીને 15,732.10ના સ્તરે બંધ થયો છે.
સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી 14 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આજે સૌથી વધુ ઘટાડો ઈન્ડસઈન્ડ બેંકમાં(IndusInd Bank) થયો છે.
આ સિવાય ટેક મહિન્દ્રા(Tech Mahindra), મારુતિ(Maruti), એચડીએફસી(HDFC), એચયુએલ(HUL), એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ(Asian Paints), સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક(ICICI Bank), વિપ્રો, બજાજ ફિનસર્વ, ટાઇટન, ટીસીએસ અને કોટક બેંકના શેરમાં પણ ઘટાડો થયો છે.
આ સમાચાર પણ વાંચો : LICનો શેર પહેલીવાર 700 રૂપિયાથી નીચે ઉતર્યો- રોકાણકારોને અધધ આટલા લાખ કરોડનું નુકસાન- જાણો શા માટે શેરમાં કડાકો બોલ્યો
Join Our WhatsApp Community