Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ની આ બેંકનું ખાનગીકરણ થશે; બીજી બેન્કોનો પણ નંબર લાગી ગયો જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

નીતિ આયોગે જાહેર ક્ષેત્રની બૅન્કો અને વીમા કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે સચિવોની કોર કમિટી સમક્ષ રજૂ કર્યા છે. જેનું વર્તમાન નાણાકીય વર્ષમાં ખાનગીકરણ કરવામાં આવશે. આમાં જાહેર ક્ષેત્રની બે બૅન્કો  અને એક જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીનું નામ સામેલ છે. આ અનુસાર બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બૅન્ક ટોચના બે ઉમેદવાર છે, જેમના નામ ખાનગીકરણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કનું નામ પણ આ વર્ષે અથવા સંભવત: પછીથી આ સૂચિમાં દેખાઈ શકે છે.

એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ અને ઓરિયેન્ટલ ઇન્સ્યુરન્સ અનુકૂળ હોય શકે છે, કારણ કે એમાં વિદેશી કામગીરી નથી અને ખાનગી રોકાણકારોને આમંત્રણ આપવાનું વધુ સરળ છે. સરકારે અગાઉ સંકેત આપ્યો હતો કે નબળી બૅન્કોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન (PCA) ફ્રેમવર્ક હેઠળ ખાનગીકરણની બહાર રાખવામાં આવશે, કારણ કે તેમના માટે ખરીદદારો શોધવાનું મુશ્કેલ બનશે. આનાથી સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનામાંથી ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક અને યુકો બૅન્ક આ ત્રણ બૅન્કો ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાથી બહાર થઈ જાય છે.

રિલાયન્સે વર્ષ 2020-21માં CSR પાછળ રૂ. 1140 કરોડ ખર્ચ કર્યો

ઉલ્લેખનીય છે કે બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બૅન્ક બંને પશ્ચિમ કેન્દ્રિત બૅન્કો છે, જ્યાં જાહેર ક્ષેત્રની બૅન્કની હાજરી પહેલાંથી જ મજબૂત છે, જેનાથી ખાનગી ક્ષેત્રમાં વધુ પ્રવેશની મંજૂરી મળે છે. આનાથી યુકો, IOB, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પંજાબ અને સિંધ બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયા આમ માત્ર છ બૅન્કોના ખાનગીકરણની શક્યતા છે. પસંદગી આ સૂચિમાંથી જ થશે છે.

Subhash Chandra NCLT Case સુભાષ ચંદ્રાનો કાનૂની સંઘર્ષ 10 વર્ષમાં અનેક કેસ ઉકેલ્યા, પણ NCLTમાં મામલો પેન્ડિંગ; જાણો ક્યાં ફસાયો પેચ..
Bank Holidays September 2026 બેંકનું કામ અધૂરું રહી જશે? સપ્ટેમ્બરમાં પૂરા 14 દિવસ બંધ રહેશે બેંકો, ફટાફટ જોઈ લો રજાઓની યાદી!
7 Investment Rules To Get Rich કરોડપતિ બનવું છે? તો આજથી જ અપનાવી લો રોકાણના આ 7 સુવર્ણ નિયમો, બદલાઈ જશે તમારી કિસ્મત!
Commercial LPG and ATF Price Hike મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો ડબલ આંચકો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર અને એટીએફના ભાવમાં વધારો!
Exit mobile version