અમેરિકામાં વ્યાજ દરમાં 28 વર્ષનો સૌથી ઉંચો રેકોર્ડ વધારો કર્યો- ભારત સહિત દુનિયાભરના શેરબજારમાં વેચાવલીની શક્યતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

અમેરિકા વ્યાજદર(US raising interest rates)માં 28 વર્ષનો સૌથી ઉંચો રેકોર્ડ વધારો કર્યો હતો, તેની અસર હેઠળ ભારત સહિત દુનિયાભરના શેરબજારો(Share market)માં મોટાપાયે વેચવાલી થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકી ફેડરલ રિઝર્વે(US Federal Reserve) બુધવારે વ્યાજદરોમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. અમેરિકામાં ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ છે. ફુગાવા પર નિયંત્રણ મેળવવા માટે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 1994 બાદ ફેડના વ્યાજમાં આ સૌથી મોટો વધારો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો- ગુજરાતમાં અમદાવાદ બાદ હવે આ જિલ્લામાં માસ્ક ફરજિયાત કરાયુ- નહીં પહેરો તો 1000નો દંડ

નોંધનીય છે કે અગાઉ નિષ્ણાંતોએ ફેડના વ્યાજદરમાં 75 પોઇન્ટનો વધારો થાય એવી 65 ટકા શક્યતા હોવાનું કહ્યું હતું.  ભારતમાં રિટેલ અને જથ્થાબંધ ફુગાવાનો દર હજુ પણ ઊંચો છે ત્યારે ફેડના વ્યાજદરમાં વધારાને પગલે માર્કેટ પર નકારાત્મક અસર પડવાની શક્યતા વધી છે. વ્યાજદરોમાં વધારાને પગલે આર્થિક વિકાસ ધીમો પડશે એવી શક્યતાને પગલે રોકાણકારો શેરબજાર(share market)માંથી મૂડી પાછી ખેંચશે. ફેડના વ્યાજમાં વધારાની અસર લાખો અમેરિકનો પર પડશે પણ પૂરા વિશ્ર્વને પણ તેની અસર થવાની છે.

આ અસર હેઠળ આગામી દિવસમાં લોન(loan) વધુ મોંઘી થશે અને આર્થિક વિકાસ(Economic development) ધીમો પડશે. અગાઉ અમેરિકી નિષ્ણાંતોએ ફેડના વ્યાજમાં 50 પોઇન્ટનો વધારો શક્ય હોવાનું કહ્યું હતું. યુએસ ફેડે અગાઉ ચાલુ વર્ષે ફુગાવાના દરમાં ઘટાડો થવાની શક્યતા નકારી હતી. જ્યારે બેરોજગારીનો દર 3.7 ટકા વધશે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

દુનિયાભરના શેરબજારો અને નિષ્ણાંતોની નજર ફેડના વ્યાજદરો પર હતી. જેમાં અસામાન્ય વધારો કરવામાં આવતા ગુરુવારે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં મોટાપાયે વેચવાલી થશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment