ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
કોરોના વાયરસની બીજી લહેરથી દેશનાં અનેક રાજ્યોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. દેશની ઘણી બૅન્કોએ તેમના ગ્રાહકોને ઑનલાઇન સેવાઓ ઉપલબ્ધ કરી આપી છે, જેથી બૅન્કમાં ભીડ ઘટાડી શકાય અને ખાતાધારકોને પણ સુવિધા મળે. છતાં નોકરી અથવા વ્યવસાયના વ્યવહાર માટે બૅન્કમાં જવું ઘણા લોકો માટે અનિવાર્ય છે. એથી જાણવું જરૂરી છે કે આ મહિનામાં કયા દિવસે બૅન્ક બંધ રહેશે.
RBI એટલે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા રજાઓની સૂચિ જારી કરવામાં આવે છે. રાજ્ય એ મુજબ રજા નક્કી કરે છે. ચાલુ વર્ષે જૂનમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોઈ ઉત્સવની રજા ન હોવાથી, સપ્તાહના અંત અને RBIની રજાઓને ધ્યાનમાં લેતાં, મહારાષ્ટ્રમાં છ નિયત રજાઓ ઉપરાંત કોઈ પણ દિવસ બંધ રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે જૂનમાં કેટલાંક રાજ્યોમાં નવ દિવસ બૅન્કો બંધ રહેશે.
6 જૂન – રવિવાર
12 જૂન – બીજો શનિવાર
13 જૂન – રવિવાર
15 જૂન – મિથુનસંક્રાંતિ અને રાજપર્વ (ઇજવાલ-મિઝોરમ, ભુવનેશ્વર ખાતે બૅન્કો બંધ રહેશે)
20 જૂન – રવિવાર
25 જૂન – ગુરુ હરગોવિંદ જયંતી (જમ્મુ અને શ્રીનગરમાં બૅન્કો બંધ રહેશે)
26 જૂન – બીજો શનિવાર
27 જૂન – રવિવાર
30 જૂન – રિમણાની (ફક્ત ઇજવાલમાં બૅન્ક બંધ રહેશે)
