News Continuous Bureau | Mumbai
નાના રોકાણકારો(Small investors) માટે મહત્વના સમાચાર છે. કોરોનાને(Corona) કારણે છેલ્લા 9 મહિનાથી સ્થિર રહેલો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(Public Provident Fund) (PPF)ના વ્યાજદરમાં(interest rates) બહુ જલદી વધારો થવાની શક્યતા છે. હાલ PPF ખાતા ધારકોને(account holders) 7.1 ટકા દરે વ્યાજ મળે છે.
સરકારી બોન્ડના(government bonds) વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે. બહુ જલદી સરકાર PPFના વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા છે. સરકારી બોન્ડમાં હાલ 7.3 ટકા વ્યાજદર છે. તે PPFના વ્યાજદર કરતા વધુ છે. જાન્યુઆરી 2022માં બોન્ડનો વ્યાજદર 6.5 ટકા હતો. તો જૂનમાં 7.6ટકા હતો. તો નાની બચત મૂડી પર વ્યાજદર છેલ્લા 9 મહિનાથી સ્થિર છે. તેમાં કોઈ બદલાવ કરવામા આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : ભારતીય બજાર આજે પોઝિટિવ મૂડમાં- સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો- આ સેક્ટરના શેરોમાં તેજી
સરકારી બોન્ડના વ્યાજદર વધવાથી પીપીએફ સહિત અનેક નાની બચત યોજનાના વ્યાજદર નેગેટીવમાં ગયા હતા. તેથી છેવટે મહિનાના અંતમાં થનારી બેઠકમાં વ્યાજદર વધારવા બાબતે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.