Site icon

હદ થઈ ગઈ! એમેઝોન પર વેચાઈ રહી છે ગોવર્ધન પર્વતની પવિત્ર શિલાઓ, મથુરા પોલીસ પ્રશાસન આવ્યું હરકતમાં.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ઓનલાઇન પ્લેટફોર્મ(Online Platform) પર એમેઝોન(Amazon) પર દારૂથી લઈને અફીણ સુધીની વસ્તુઓ વેચાતી હોવા સામે ભારે ઉહાપોહ થતો હોય છે. ત્યારે હવે આઘાતજનક બાબત પ્રકાશમાં આવી છે. હિંદુઓના આસ્થાના કેન્દ્ર ગણાતા મથુરામાં(mathura) આવેલા ગોવર્ધન પર્વતની(Govardhan mountain) પવિત્ર શિલાઓ એમેઝોન પર વેચવા માટે મુકવામાં આવી હોવાની જાહેરાતે ખાસ્સો વિવાદ ઉભો કર્યો છે. મામલો જોર પકડતા પોલીસ પણ એક્શનમાં આવી છે. મથુરા પોલીસે(Mathura plice) ગિરિરાજ શિલાને ઓનલાઈન વેચવાનો પ્રયાસ કરવા બદલ બે દુકાનદારો સામે કેસ નોંધ્યો છે.

Join Our WhatsApp Community

પોલીસે ગિરિરાજ શિલાને ઓનલાઈન વેચીને ધાર્મિક લાગણી(Religious feeling) દુભાવવા બદલ બે દુકાનદારો સામે મથુરા જિલ્લાના ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં(Govardhan Police Station) કેસ નોંધવામાં આવ્યો છે. મથુરાના ગોવર્ધન પોલીસ સ્ટેશનની પોલીસ અને સાયબર સેલ(Cyber cell) આ મામલાની તપાસ કરી રહી છે.

પોલીસ અધિકારીના કહેવા મુજબ ભારતીય દંડ સંહિતાની કલમ 295 અને આઈટી એક્ટની(ITAct) કલમ 66D હેઠળ બે દુકાનદારો સામે નોંધવામાં આવ્યો છે. જે બે દુકાનદારો સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમાં ધવલ સચદેવ સ્ટોર અને વૃંદાવન સ્ટોરના માલિકનો સમાવેશ થાય છે. તેમની સામે આરોપ છે કે આ બંને સ્ટોર્સે ઈ-કોમર્સ પોર્ટલ(Ecommerce Portal) એમેઝોન પર જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં પવિત્ર ગણાતા ગિરિરાજ પર્વતના ખડકના ટુકડાને 4000 રૂપિયાની કિંમતે વેચવાની ઓફર કરવામાં આવી હતી. 

આ સમાચાર પણ વાંચો :શેરબજાર માટે મંગળવાર મંગલકારી, સેન્સેક્સ 1,000 પોઈન્ટ ઉપર, નિફ્ટીએ ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારી.. માર્કેટમાં જબરદસ્ત તેજીનું આ છે કારણ..  

ગિરિરાજ શિલાને વેચવા સંબંધિત વૃંદાવન સ્ટોર અને ધવલ સચદેવ સ્ટોર વતી અમેઝોન પર જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતમાં ગિરિરાજ શિલાના ટુકડાની કિંમત 4000 રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગિરિરાજ શિલાનો રંગ વાદળી હોવાનું કહેવાય છે. આસ્થાના કેન્દ્ર એવા ગિરિરાજની ખડકની જાહેરાત એમેઝોન પર બતાવવામાં આવતા લોકો ગુસ્સે થયા હતા. સંતોએ આવી પ્રવૃતિઓને તાત્કાલિક બંધ કરવા અસરકારક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે આ કંઈ પહેલીવાર નથી બન્યું કે ગિરિરાજ પર્વતના ટુકડા વેચવા માટે જાહેરાત આપવામાં આવી હોય. આવો જ એક કિસ્સો 2021માં પણ સામે આવ્યો હતો. 7 ફેબ્રુઆરી 2021ના રોજ ઈન્ડિયા માર્ટ ચેન્નાઈની વેબસાઈટ પર આવી જ જાહેરાત આપવામાં આવી હતી. ત્યારબાદ પણ ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ચેન્નાઈથી ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. 

 

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
Exit mobile version