ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
ભારતમાં શેર બજારની નિયામક સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) નિયમોનું પાલન ન કરવા બદલ અદાણી જૂથની કેટલીક કંપનીઓ વિરુદ્ધ તપાસ કરી રહી છે, એમ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં જણાવ્યું હતું. આ માહિતી સામે આવતા જ અદાની ગ્રુપના શેર પાંચ ટકા ઘટી ગયા હતા.
હાલ સંસદના ચાલુ ચોમાસા સત્રમાં લોકસભાના સભ્ય મહુવા મિત્રા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. પોતાના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ કહ્યું હતું કે “સેબી અને ડીઆરઆઈ નિયમોનું પાલન ન કરવા અંગે અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની તપાસ કરી રહી છે. જોકે, ઇન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) આ કંપનીઓની તપાસ કરી રહ્યું નથી.”
મહંમદ પેગંબરનું કાર્ટૂન બનાવનાર વ્યક્તિનું મૃત્યુ થયું; જાણો વિગત
આ સમાચાર આવતા જ આજે અદાણી કંપનીના શેર તૂટવા લાગ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ લગભગ 4.5 ટકા, અદાણી પાવર 4 ટકા, અદાણી પોર્ટ અંદાજે 4 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા તો અદાણી ગ્રીન એનર્જી 3 ટકા તૂટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગયા મહીને મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા હતા કે નેશનલ સિક્યોરીટી ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)એ ત્રણ વિદેશી ફંડોના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં રૂ.43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.