News Continuous Bureau | Mumbai
રસોડામાંથી ટામેટા(Tomato) ગાયબ થઈ ગયા હતા. જોકે હવે ચોમાસામાં(Monsoon) ગરમાગરમ ટમેટો સુપ(Tomato soup) ફરીથી લોકોના ઘરમાં જોવા મળવાના છે. લાંબા ગાળા બાદ આખરે ટમેટાના ભાવમાં(Tomato prices) ધરખમ ઘટાડો થયો છે. જૂન મહિનામાં ટામેટાંનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હતો. હવે જોકે ટામેટાંના ભાવમાં 60 ટકાનો ઘટાડો થયો છે. હાલ બજારમાં ટામેટાંના કિલો દીઠ 40 રૂપિયાએ વેચાઈ રહ્યા છે.
જૂનમાં ટામેટાના ભાવમાં 158.78 ટકાનો વધારો થયો હતો. હવે જુલાઈમાં ટામેટાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેથી લોકોએ રાહત અનુભવી છે.
એક તરફ ટામેટાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં બટાકાના ભાવ(Potato prices) સ્થિર રહ્યા હતા. જુલાઈમાં સારી ગુણવત્તાના બટાકાની કિંમતમાં બે ટકાનો વધારો થયો છે. દક્ષિણ ભારતમાં(South India) બટાકાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
સરકારી આંકડા અનુસાર જૂન મહિનામાં બટાટા અને ટામેટા નો ફુગાવો(Tomato inflation) અનુક્રમે 23.86 ટકા અને 158.78 ટકા વધ્યો હતો. જોકે હવે ટામેટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના ટોચના શ્રીમંતોની યાદીમાં આ ભારતીય ધનાઢ્યની ફરી એન્ટ્રી- બિલ ગેટ્સની સંપત્તિથી ફક્ત આટલા દૂર-જાણો વિગત
સમગ્ર દેશમાં ટામેટાના પાકને(Tomato crop) ગરમીના મોજાની અસર થઈ હતી. હાલ વરસાદ હોવાથી ગરમીના મોજાની અસર થશે નહીં. બીજી તરફ વરસાદ પડતાં ઉત્પાદનમાં વધારો થયો છે. કર્ણાટકના(Karnataka) કોલાર, બાગેપલ્લી, ચિંતામણી જિલ્લામાંથી ટામેટા સારી રીતે આવી રહ્યા છે. ઉપરાંત, આંધ્ર પ્રદેશમાં(Andhra Pradesh) મદનેપલ્લે જેવા સ્થળોએથી ટામેટા નો સારો પુરવઠો છે. આ કારણે જુલાઈમાં ભાવમાં ઘટાડો થયો છે. બજારમાં આવક વધવાથી ટામેટાના ભાવ પર અસર પડી છે.
હવામાનમાં ફેરફારને(Change in weather) કારણે મે અને જૂનમાં ટામેટાના પાક પર જંતુઓનો ભારે હુમલો થયો હતો. પુરવઠામાં પણ ભારે ઘટાડો થયો હતો. ઇન્ડિયન વેજીટેબલ પ્રોડ્યુસર્સ એસોસિએશનના(Indian Vegetable Producers Association) પદાધિકારીના કહેવા મુજબ આના કારણે ટામેટા ના ભાવમાં વધારો થયો છે. દરમિયાન, આ વર્ષે માર્ચમાં ટામેટાનું વાવેતર ઓછું થયું હતું. જેના કારણે મે અને જૂનમાં ટામેટા ના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જૂન, જુલાઈ એ ટામેટા ના સારા ભાવની સંભાવના ધરાવતા મહિના છે. માર્ચ 2022માં પણ ટામેટાંનું ઓછું વાવેતર થયું છે. એપ્રિલ સુધી ટામેટાંનું વાવેતર ઘણું ઓછું રહ્યું. જેમ જેમ મે મહિનામાં દરો વધ્યા, તેમ ખેડૂતો પણ ટામેટાના પાક લેવા માડ્યા હતા.