Site icon

વીફરેલા વેપારીઓએ કેમ આપી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ? જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 જુલાઈ  2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે. છતા મુંબઈમાં ચાલુ રાખવામાં આવેલા લેવલ 3ના પ્રતિબંધોને કારણે વેપારીઓ હવે વીફરી ગયા છે. મહારાષ્ટ્ર સરકારે હવે નિયંત્રણો હળવા નહીં કર્યા તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી વેપારી આલમે ઉચ્ચારી છે.

મુંબઈનો પોઝિટિવિટી રેટ ઘટીને 2 ટકાથી નીચે આવી ગયો છે. સરકારની અગાઉની ગાઈડલાઈન મુજબ મુંબઈમાં લેવલ 1 અને લેવલ 2ની રાહત આપવી જોઈએ. તેના બદલે મુંબઈમાં લેવલ 3ના પ્રતિબંધો કાયમ રાખવામાં આવ્યા છે. વીકડેમાં ફકત સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની તથા વીકએન્ડમાં દુકાનો બંધ રાખવાને કારણે વેપારીઓને પારવાર નુકશાન થઈ રહ્યું છે. વેપારીઓને કોઈ રાહત આપવામાં આવી નથી. સરકાર દ્વારા સતત થઈ રહેલા સતામણીના વિરોધમાં દાદરમાં વેપારીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. સરકારે વેપારીઓના હિતમાં કોઈ પગલાં નહીં લીધા તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચોખ્ખા શબ્દોમાં વેપારીઓએ મહારાષ્ટ્ર સરકારને ધમકી પણ આપી છે.

મહારાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓના આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા

ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિયેશનના (FRTWA)ના અધ્યક્ષ વિરેન શાહે કહ્યું હતું કે પ્રતિબંધો ફકત દુકાનદાર, વેપારીવર્ગ માટે છે. વીકએન્ડમાં લોકો બિન્દાસ માથેરાન, મહાબળેશ્ર્વર ફરવા નીકળી પડે છે. તો પછી દુકાનદારોને કેમ વીકએન્ડમાં દુકાનો બંધ રાખવાનું કહેવામાં આવે છે. દુકાનમાં કામ કરનારા કર્મચારીના પગાર, દુકાન ચલાવવાનો ખર્ચ, જુદા જુદા વેરા જેવા અનેક ખર્ચાઓ ફકત પાંચ દિવસ દુકાન ચલાવીને ભરી શકાતા નથી. ફકત ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાને કારણે વેપારીઓને કોઈ ફાયદો નથી. નોકરિયાત વર્ગ કામ પરથી સાંજે છૂટે ત્યારે જ તે ખરીદી કરે છે. ચાર વાગે દુકાન બંધ થઈ જવાથી તે વ્યક્તિ  કયા ખરીદી કરવા જશે. હવે સરકારે વેપારીઓના હિતમાં વિચાર નહીં કર્યો તો ચૂંટણીનો બહિષ્કાર કર્યા સિવાય વેપારી પાસે બીજો કોઈ પર્યાય બાકી બચ્યો નથી.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version