268
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકા(USA) ભારતનુ(India) સૌથી મોટું બિઝનેસ પાર્ટનર(Business partner) બની ગયુ છે અને આ મામલામાં ચીનને(China) પછડાટ આપી છે.
2021-22માં બંને દેશો વચ્ચેના વેપારે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
આંકડા પ્રમાણે 2021-22માં અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર વધીને 119.42 અબજ ડોલર થઈ ગયો છે. જે 2020-21માં આ આંકડો 80.51 અબજ ડોલર હતો.
2021-22માં ભારત દ્વારા અમેરિકામાં થતી નિકાસ(Export) વધીને 76.11 અબજ ડોલર(Billion dollars) થઈ છે. જે તેના પહેલાના વર્ષમાં 51.62 અબજ ડોલ હતી.
આ દરમિયાન ભારત દ્વારા અમેરિકાથી થતી આયાત વધીને 43.31 અબજ ડોલર થઈ છે.જે 2020-21ના વર્ષમાં 29 અબજ ડોલર હતી.
આ સમાચાર પણ વાંચો : આ પ્રખ્યાત બ્રાન્ડ હવે ઓર્ગેનિક ઘઉંનો લોટનું કરશે વેચાણ.. જાણો વિગતે
You Might Be Interested In