Site icon

નવા વીજળી બિલમાં કંપનીઓને ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવા મંજૂરી અપાશે, વીજળી પ્રતિ યુનિટ ૫૦ પૈસા મોંઘી થઈ શકે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર 

નવા બિલમાં રાજકીય પક્ષોને ખેડૂતોને મફત વીજળીનું ચૂંટણી વચન આપતા રોકવામાં આવશે. રાજકીય પક્ષોના આવા વચનોના કારણે ખેડૂતો વીજળીનું બિલ ભરતા નથી. દેશના અનેક રાજ્યોમાં આ પરંપરા ચાલી રહી છે. તેનાથી સરકારને આવકમાં પણ નુકસાન થાય છે. બીજીબાજુ મફત વીજળી મળવાથી ખેડૂતો દિવસ-રાત સિંચાઈ પમ્પ ચલાવીને જરૂરિયાત કરતાં વધુ પાક પેદા કરે છે, જેને સરકાર ખરીદવા માગતી નથી. હાલ કેન્દ્ર સરકાર પાસે ઘઉંના બફર સ્ટોક કરતાં પણ વધુ સંગ્રહ થઈ ગયો છે. પંજાબ, હરિયાણામાં પાક વધુ થવાથી અનાજ ખુલ્લામાં પડયું રહે છે અને તે વરસાદમાં પલડી જતાં આ પાક બરબાદ થઈ જાય છે તેમજ સબસિડી આપવાના કારણે ખર્ચ વધવાથી આ પાકની નિકાસ પણ થઈ શકતી નથી.દેશમાં સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં સરકારે નવું વીજળી બિલ લાવવાની તૈયારી કરી છે. આ બિલથી વીજળી કંપનીઓને ખર્ચના આધારે ગ્રાહકો પાસેથી બિલ વસૂલવાની છૂટ મળી શકે છે. તેની સામે સરકાર રાંધણ ગેસની જેમ સ્લેબના આધારે ગ્રાહકોના ખાતામાં સીધી સબસિડી ટ્રાન્સફર કરશે. આ બીલથી દેશમાં વીજળી પ્રતિ યુનિટ ૫૦ પૈસા મોંઘી થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં નવું વીજળી બીલ રજૂ કરશે. આ બિલ મારફત સરકાર વીજળી ચોરી પર અંકુશ લાવવા આકરા પગલાં લેશે. આ માટે વીજળીના મીટર લગાવવા ફરજિયાત કરાશે. હાલ મહારાષ્ટ્રમાં ૧૫ લાખ કૃષિ ગ્રાહકો એવા છે, જેમને મીટર વિના જ વીજળી અપાય છે અને તેમને સરેરાશ બિલ અપાય છે. નવો કાયદો અમલમાં આવતા વીજળી પ્રતિ યુનિટ ૫૦ પૈસા મોંઘી થવાની શક્યતા છે. નવા બિલ મારફત સરકાર ખાડામાં ગયેલી વીજળી કંપનીઓને બહાર લાવવા માગે છે. હાલ વીજવિતરણ કંપનીઓનું નુકસાન ૫૦,૦૦૦ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. ડિસ્કોમ પર કંપનીઓનું એરિયર્સ અંદાજે ૯૫,૦૦૦ કરોડ રૂપિયા છે. ડિસ્કોમને સરકાર તરફથી સબસિડી મળવામાં વિલંબ થાય છે, જેથી વિદ્યુત વિતરણ કંપનીઓ મુશ્કેલીમાં મુકાય છે. હાલબધા જ વીજગ્રાહકો સબસિડીને પાત્ર છે, પરંતુ આગામી સમયમાં સરકાર રાંધણ ગેસની જેમ હવે વીજળીમાં પણ સબસિડી જરૂરિયાતમંદો સુધી મર્યાદિત રાખવા માગે છે. પરિણામે નવા બિલમાં સ્લેબના આધારે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં જ જમા કરવાની સરકારની યોજના છે.

 

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Exit mobile version