News Continuous Bureau | Mumbai
Union Budget 2024: કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) રાજ્ય સરકારો અને ઉદ્યોગોના સહયોગમાં કૌશલ્યવર્ધન ( Skill development ) માટે પ્રધાનમંત્રી પેકેજ હેઠળ ચોથી યોજના સ્વરૂપે કેન્દ્ર સરકાર ( Central Government ) પ્રાયોજિત નવી યોજનાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, 5 વર્ષના ગાળામાં 20 લાખ યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે અને 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવશે અને પરિણામલક્ષી અભિગમ સાથેની વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવશે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે કોર્સ કન્ટેન્ટ અને ડિઝાઇન ઉદ્યોગની કૌશલ્ય જરૂરિયાતો સાથે સુસંગત હશે અને ઉભરતી જરૂરિયાતો માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.
સ્કિલિંગ લોનના ( Skilling Loan ) સંબંધમાં નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, મોડલ સ્કિલ લોન સ્કીમમાં ( Model Skill Loan Scheme ) સુધારો કરીને સરકારી પ્રમોટેડ ફંડમાંથી ગેરંટી સાથે 7.5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ પગલાથી દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ મળશે તેવી અપેક્ષા છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાંથી ગુજરાતી વેપારીના અપહરણ બાદ પોલીસે આટલા જ કલાકમાં વેપારીને પુણેથી બચાવી લીધો, ત્રણની ધરપકડ.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.