News Continuous Bureau | Mumbai
RBI Quiz Competition: ભારતીય રિઝર્વ બેંક આ વર્ષે પોતાની 90મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. RBI@90 અંતર્ગત આખા વર્ષ દરમિયાન ચાલી રહેલા ઉત્સવના સમારંભનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા 1 એપ્રિલ, 2024નાં રોજ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરવા માટે દેશભરમાં RBI દ્વારા વિભિન્ન કાર્યક્રમોની એક શ્રેણી આયોજિત કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત બેંકના 90મા વર્ષના સ્મરણોત્સવના ભાગરુપે વિભિન્ન સ્તરે ( Quiz Competition ) આકર્ષક પુરસ્કારોની સાથે તમામ વિષયોમાં સ્નાતક પાઠ્યક્રમના કોલેજના છાત્રો માટે એક રાષ્ટ્રસ્તરની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સ્તરે રાઉન્ડ માટે ટીમોને શોર્ટલિસ્ટ કરવા માટે 19થી 21 સપ્ટેમ્બર, 2024 દરમિયાન દેશભરમાં ક્વિઝનું એક ઓનલાઈન રાઉન્ડ આયોજિત કરાઈ હતી. જેમાં દેશભરની વિભિન્ન કોલેજોના કુલ 1,58,206 છાત્રોએ ભાગ લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Kasganj Soil mound collapse : કાસગંજમાં મોટી દુર્ઘટના, માટી ખોદતી વખતે 9 મહિલાઓ ભેખડ ઘસી પડી, અકસ્માતમાં આટલી મહિલાઓનાં મોત
આ ( RBI ) સંબંધમાં ઓનલાઈન રાઉન્ડમાં તેમના પ્રદર્શનના આધારે, ગુજરાત રાજ્ય, દાદરા અને નગરહવેલી તેમજ દમણ અને દીવ, કેન્દ્ર શાસિત પ્રદેશની ટોચની 90 ટીમોની રાજ્ય સ્તરીય રાઉન્ડમાં ભાગ લેવા માટે પસંદ કરાઈ છે. પ્રશ્નોત્તરીની રાજ્ય સ્તરીય હરિફાઈ ( State Level Quiz Competition ) 19 નવેમ્બર, 2024નાં રોજ સવારે 11.15 કલાકે હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ( Ahmedabad ) ખાતે યોજાશે જેમાં બપોરે 1.30 કલાકે પુરસ્કાર વિતરણ સમારંભ યોજાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.