ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જુલાઈ 2021
શુક્રવાર
એક વખત ચોરાઈ ગયેલું સોનું પાછું મેળવતાં નાકે દમ આવી જાય છે. જોકે હવે કેન્દ્ર સરકારે પહેલી જુલાઈથી સોનાના તમામ દાગીનાને પણ આધાર કાર્ડની માફક યુનિક આઇડી નંબર આપવાનો નિર્ણય લીધો છે. એથી સોના પર હોલમાર્કની સાથે જ હવે આઇડી નંબર પણ ફરજિયાત રહેશે. આ નંબરને કારણે ચોરાયેલું સોનું અથવા ગાળવા માટે ગયેલા સોનાની માલિકી કોની છે એ જાણવું સરળ થઈ પડશે.
જૂન મહિનામાં પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન 4 ટકા વધ્યું, પણ ખરી હકીકત શું છે? જાણો અહીં
સોનાનાં ઘરેણાંને પણ આધાર કાર્ડની માફક નંબર આપવાનો સરકારે નિર્ણય લીધો છે. એ મુજબ પહેલી જુલાઈથી દરેક દાગીનાને નૉવેલ આઇડેન્ટિફિકેશન (UID) નંબર મળશે. UID નંબરમાં ઘરેણાનો ગ્રોસ સેલ્સ કોડ અને ઘરેણાનો આઇડેન્ટિફિકેશન નંબર એન્ટર્ડ હશે. BIS (બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાર્ન્ડ) દ્રારા એક ઍપ બહાર પાડવામાં આવી છે. આ ઍપમાં ઘરેણાંનો UID નંબર નાખવાથી એની ખરીદી કરનાર વ્યક્તિના નામથી લઈને તમામ માહિતી મળી જશે. એથી કોઈ જ્વેલરી ચોરાઈ તો એમાં રહેલા UID નંબરને પોલીસ આ ઍપમાં નાખીને તુરંત માહિતી મેળવી શકશે.