LPG Charges:ગ્રાહકો લૂંટાતા અટકાવવા સરકારનો મોટો નિર્ણય: હોટલોમાં વધારાના ચાર્જ વસૂલનારાઓ સામે થશે કડક કાર્યવાહી.

LPG Charges:ઈરાન યુદ્ધના કારણે ઈંધણની અછત વચ્ચે ગ્રાહકો પાસેથી વધારાનો ગેસ સરચાર્જ લેવા પર પ્રતિબંધ; ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર.

by Janvi Soni
Action Against Hotels Charging Extra LPG Surcharge Amid Fuel Crisis: CCPA Issues Strict Warning to Restaurants.

News Continuous Bureau | Mumbai
LPG Charges:ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલી ઈંધણની અછતનો ગેરફાયદો ઉઠાવી રહેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સ સામે હવે સરકારે લાલ આંખ કરી છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળ (CCPA) દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ જમવાના બિલમાં ‘LPG ચાર્જ’, ‘ગેસ સરચાર્જ’ અથવા ‘ફ્યુઅલ કોસ્ટ’ જેવા વધારાના શુલ્ક વસૂલશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન (NCH) પર મળેલી અસંખ્ય ફરિયાદો અને મીડિયા અહેવાલો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અહેવાલો મુજબ, ઈંધણ સંકટના બહાને અનેક હોટલો મેનૂમાં દર્શાવેલી કિંમતો ઉપરાંત બિલમાં અલગથી ગેસ ચાર્જ જોડી રહી હતી. CCPA એ સ્પષ્ટ કર્યું છે કે ઈંધણ, વીજળી અને અન્ય ખર્ચ એ વ્યવસાય ચલાવવાનો ભાગ છે અને તેને મેનૂમાં આપેલી વસ્તુઓની કિંમતમાં જ સામેલ કરવા જોઈએ.

મેનૂ કાર્ડમાં દર્શાવેલી કિંમત જ રહેશે આખરી

ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મેનૂ કાર્ડમાં જે કિંમત દર્શાવવામાં આવી છે તે જ અંતિમ કિંમત ગણાશે, જેમાં માત્ર લાગુ પડતા ટેક્સ અલગથી ઉમેરી શકાય છે. ગ્રાહકોને કોઈ પણ એવો વધારાનો ચાર્જ ચૂકવવા માટે મજબૂર કરી શકાય નહીં જે સ્વૈચ્છિક ન હોય. જો કોઈ હોટલ આવું કરે છે, તો ગ્રાહક તે ચાર્જ હટાવવા માટે વિનંતી કરી શકે છે અથવા સત્તાવાર પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Mega Aviation Plan:એવિએશન સેક્ટરમાં ધડાકો! મોદી સરકારે જાહેર કર્યો 100 એરપોર્ટનો પ્લાન, જાણો શું છે તૈયારી.

યુપી અને અન્ય શહેરોમાં હોટલના મેનૂ બદલાયા

ઉલ્લેખનીય છે કે ગેસની અછતને કારણે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હોટલોએ તેમનું મેનૂ બદલી નાખ્યું છે. ગેસના વધુ વપરાશને કારણે ઘણી જગ્યાએ તંદૂરી આઈટમ્સ બંધ કરી દેવામાં આવી છે. બેંગલુરુ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં પણ હોટલોમાં LPG ની અછત વર્તાઈ રહી છે, જેના કારણે કેટલાક નાના ઢાબા અને હોટલો બંધ થવાના પણ સમાચાર છે.

ગ્રાહકો ક્યાં અને કેવી રીતે કરી શકે છે ફરિયાદ?

જો કોઈ ગ્રાહક પાસેથી ગેરકાયદેસર રીતે LPG ચાર્જ વસૂલવામાં આવે, તો તેઓ તાત્કાલિક ‘1915’ નંબર પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત ગ્રાહકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન એપ અથવા ‘ઈ-જાગૃતિ’ (e-Daakhil) પોર્ટલના માધ્યમથી પણ ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. સરકાર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે વેપારીઓને ગ્રાહકોનું શોષણ ન કરવા તાકીદ કરવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More