ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૪ એપ્રિલ 2021
બુધવાર
હાલ મુંબઇના બજારમાં આફૂસ કેરીને નામે બીજો માલ પધરાવી દેવામાં આવે છે. અન્ય રાજ્યમાંથી જે આપણી કેરી આવે છે તેને મહારાષ્ટ્ર રાજ્યની આલ્ફાન્ઝો કેરી ના નામે વેચીને ઘરાક સાથે છેતરપિંડી થઈ રહી છે.
આવું થવાને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો બદનામ થઈ રહ્યા છે તેમજ ખરી આફૂસ કેરી બજારથી દૂર છે.
આ આખા પ્રકરણ પર કૃષિપ્રધાન દાદા ભુસે એ કડક પગલાં લેવાના આદેશ આપી દીધા છે. આ હેઠળ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં વેપારીઓને સ્પષ્ટ જણાવી દેવાયું છે કે અન્ય રાજ્યની કેરી જો આફૂસ ના નામે વહેચી દેવાશે તો તે વેપારીની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ખેડૂત સંગઠન અને સરકાર સામે આ સંદર્ભે ની રાવ મૂકી હતી. જેનું સરકારે સમર્થન કર્યું છે.
હવે જોવાનું એ રહે છે કે વેપારીઓ સુધરે છે કે તેમની લંપટ બાજી ચાલુ રહે છે.