News Continuous Bureau | Mumbai
Adani Greens RE Park : ગૌતમ અદાણીની અદાણી ગ્રીન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં ( renewable energy projects ) કુલ રૂ. 1.5 ટ્રિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીના પાવર પ્લાન્ટનું ગુજરાતમાં વિસ્તરણ કરવામાં આવશે. કંપનીનું માનવું છે કે ખાવડા પ્રોજેક્ટ જ્યારે પૂર્ણ ક્ષમતા સુધી પહોંચશે ત્યારે તે 55 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટમાંથી 2030 સુધીમાં 24 GW સૌર ઉર્જા અને 4 GW પવન ઊર્જા મેળવી શકાશે.
હાલમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કંપની લગભગ 10 ગીગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને કંપનીના કેટલાક પ્રોજેક્ટ 12 રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. હવે કંપની ખાવડામાં ( khavda project ) એક મોટો પ્રોજેક્ટ સ્થાપવાનું વિચારી રહી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં ખાવડા પ્રોજેક્ટમાંથી 4 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પેદા કરી શકાય છે..
ચાલુ નાણાકીય વર્ષમાં ખાવડા પ્રોજેક્ટમાંથી 4 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પેદા કરી શકાય છે. અહીં પહેલેથી જ 5 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. એટલે કે બીજા એક વર્ષ પછી અહીંની ક્ષમતા 10 GW થઈ જશે. તેમજ દર વર્ષે 5 GW વધારો કરવામાં આવશે અને આનાથી 2030 સુધીમાં ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકમાં વધારો થશે,’ અદાણી જૂથે ( Adani Group ) એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Gudi Padwa 2024 : ગુડી પાડવાના શુભ અવસરે લીમડાનો કડવો પ્રસાદ જ શા માટે હોય છે? જાણો શું છે આ પરંપરાગત અને વૈજ્ઞાનિક કારણો..
ખાવડા ઉપરાંત કંપની દેશમાં અન્ય સ્થળોએ પણ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જોકે, કંપનીનું માનવું છે કે ખાવડામાં આ પ્રોજેક્ટ 2030 સુધીમાં દેશના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ તરીકે ઉભરી આવશે. ખાવડા માં અદાણી ગ્રુપનો પ્રોજેક્ટ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયો હતો અને કચ્છ પ્રાંતમાં આ પ્રોજેક્ટ 538 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. અદાણી ગ્રુપ આગામી કેટલાક વર્ષોમાં આ પ્રોજેક્ટ પર રૂ. 1.5 ટ્રિલિયન ખર્ચ ( investment ) કરવા જઈ રહ્યું છે.