News Continuous Bureau | Mumbai
Adani Group: દેશના અલગ-અલગ બિઝનેસ સેક્ટર સાથે સંકળાયેલા અદાણી ગ્રૂપે હવે નાણાકીય ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રુપે સોમવારે ICICI બેન્ક ( ICICI Bank ) સાથે મળીને હવે સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપ વન અને ICICI બેંકે એરપોર્ટ લાભો સાથે દેશનું પ્રથમ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે Visa સાથે ભાગીદારી કરી છે. અદાણી વન એ એક એવી એપ છે જે યુઝર્સને ટિકિટ બુક કરવા, ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા, લાઉન્જ એક્સેસ કરવા, ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સ માટે શોપિંગ, હેલિંગ કેબ્સ અને પાર્કિંગનો લાભ લેવા જેવી બાબતોમાં મદદ કરે છે.
કંપનીએ તેમના નિવેદનમાં કહ્યું, કાર્ડમાં ( Credit card ) ઘણા લાભો આપવામાં આવે છે. તે કાર્ડધારકોના એરપોર્ટ અને મુસાફરીના અનુભવને બહેતર બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ અદાણી ગ્રૂપના કન્ઝ્યુમર ઇકોસિસ્ટમ યુનિટ જેવા કે અદાણી વન એપમાં ખર્ચ કરવા પર સાત ટકા સુધીના રિવોર્ડ પોઈન્ટ્સ પણ ઓફર કરે છે. અદાણી વન એપ ( Adani One app ) દ્વારા ફ્લાઈટ, હોટેલ, ટ્રેન, બસ અને કેબ, અદાણી વીજળી બિલની ચુકવણી વગેરે જેવી સેવાઓનો લાભ પણ આમાં લઈ શકાય છે.
Adani Group: અદાણી ગ્રુપે ડિસેમ્બર 2022માં કંપનીની ડિજિટલ પહેલને આગળ વધારતા અદાણી વન એપ લોન્ચ કરી હતી…
અદાણી ગ્રુપે ડિસેમ્બર 2022માં કંપનીની ડિજિટલ પહેલને આગળ વધારતા અદાણી વન એપ લોન્ચ કરી હતી. જેમાં કાર્ડ યુઝર્સને ડ્યુટી ફ્રી શોપ પર શોપિંગ પર ડિસ્કાઉન્ટ ( Shopping Discount ) અને એરપોર્ટ પર ખાદ્યપદાર્થો અને પીણાના ખર્ચ પરના ડિસ્કાઉન્ટ જેવા લાભો મળે છે. ઉપરાંત, કરિયાણા, વીજળી બિલની ચુકવણી વગેરે પર રિવોર્ડ પોઈન્ટ્સ ( Reward Points ) જેવા લાભો ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચો: Share Market crash :પરિણામો પહેલાં જ શેર બજારમાં જંગી ધોવાણ, સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે બંધ.. રોકાણકારના કરોડો ડૂબ્યા..
અદાણી ગ્રુપના ડાયરેક્ટર આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અદાણી વન ICICI બેંક ક્રેડિટ કાર્ડ સીમલેસ ડિજીટલ વાતાવરણ તરફની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. અદાણી વન પ્લેટફોર્મનો લાભ લઈને, વપરાશકર્તાઓ સરળતા અને સુવિધાનો અનુભવ કરશે.
આઈસીઆઈસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે આ સંદર્ભે નિવેદન જણાવ્યું હતું કે, અદાણી વન અને વિઝાના સહયોગથી કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડની શરૂઆત એ બેંકના ગ્રાહકોને વધુ સારો અનુભવ પ્રદાન કરવાની દિશામાં વધુ એક પગલું છે.