Adani Group: અદાણી ગ્રૂપ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, ઉધોગપતિએ અધધ આટલા કરોડમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો; જાણો શું લક્ષ્ય..

Adani Group: અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટે રૂ. 10,422 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં પેન્ના સિમેન્ટ હસ્તગત કરી છે. પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PCIL) માં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.

by kalpana Verat
Adani Group Ambuja Cements to acquire 100% stake in Penna Cement for Rs 10,422 crore

News Continuous Bureau | Mumbai  

Adani Group: એશિયા અને ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી હવે સિમેન્ટ સેક્ટરમાં પગ જમાવવા જઈ રહ્યા છે. અહેવાલ છે કે અદાણી ગ્રુપે આ સેક્ટરમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી છે અને આ માટે ત્રણ બિલિયન ડોલર (લગભગ રૂ. 2,50,54,86,00,000) ની વોર ચેસ્ટ તૈયાર કરી છે.  

Adani Group: ગ્રુપની હાલમાં ત્રણ સિમેન્ટ કંપનીઓ

મીડિયા રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપ ( Adani group ) ની નજર ઘણી સિમેન્ટ કંપનીઓ પર છે. જેમાં ગુજરાતની કંપની સૌરાષ્ટ્ર સિમેન્ટ, જયપ્રકાશ એસોસિએટ્સનો સિમેન્ટ બિઝનેસ અને એબીજી શિપયાર્ડ કંપની વડારાજ સિમેન્ટનો સમાવેશ થાય છે. અદાણી ગ્રુપ આગામી ત્રણથી ચાર વર્ષમાં આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેકને પછાડીને દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે. ગ્રુપની હાલમાં ત્રણ સિમેન્ટ કંપનીઓ છે. જેમાં અંબુજા, એસીસી અને સાંઘી સિમેન્ટનો સમાવેશ થાય છે.

Adani Group: અંબુજા સિમેન્ટે પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ખરીદી

અહેવાલ છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટે ( Ambuja Cement )  પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ખરીદી લીધી છે. અંબુજા સિમેન્ટે રૂ. 10.422 કરોડમાં પેન્ના સિમેન્ટમાં 100 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. આ સોદા સાથે, અંબુજા સિમેન્ટની વાર્ષિક સિમેન્ટ ઉત્પાદન ક્ષમતામાં 14 મિલિયન ટનનો વધારો થશે. મહત્વનું છે કે તાજેતરમાં, અદાણીએ તેની ઉત્પાદન ક્ષમતાને વધુ વિસ્તૃત કરવા માટે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પણ હસ્તગત કરી હતી.

Adani Group:  સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધશે 

અંબુજા સિમેન્ટે સ્ટોક એક્સચેન્જમાં તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ ડીલ વિશે માહિતી આપી છે. કંપનીએ તેની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, 13 જૂન, 2024ના રોજ મળેલી કંપનીની બોર્ડ મીટિંગમાં, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PCIL) માં 100 ટકા હિસ્સો ખરીદવા માટે સંમત થયા છે. હૈદરાબાદ સ્થિત પેન્ના સિમેન્ટના અધિગ્રહણથી અદાણી જૂથની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 14 મિલિયન ટન વધીને કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 89 મિલિયન ટન સુધી પહોંચી જશે.

આ સમાચાર  પણ વાંચો: પૂર્વ CM અને BJPના આ દિગ્ગજ નેતા  સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર; POCSO કેસમાં થઇ કાર્યવાહી

મહત્વનું છે કે પેન્ના સિમેન્ટ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન (નિર્માણ હેઠળ)માં વાર્ષિક 14 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ સાથે, તેના જોધપુર પ્લાન્ટમાં સરપ્લસ ક્લિંકર વાર્ષિક 3 મિલિયન ટનની વધારાની સિમેન્ટ ગ્રાઇન્ડીંગ ક્ષમતા બનાવશે. આ એક્વિઝિશન અદાણી ગ્રુપની મેરીટાઇમ ટ્રાન્સપોર્ટેશન લોજિસ્ટિક્સને પણ મજબૂત કરશે. આ ડીલ હેઠળ, દ્વીપકલ્પના ભારતને સેવા આપવા માટે કોલકાતા, ગોપાલપુર, કરાઇકલ, કોચી અને કોલંબોમાં પાંચ બલ્ક સિમેન્ટ ટર્મિનલ ખોલવામાં આવશે. નિવેદન અનુસાર, આ અધિગ્રહણથી સિમેન્ટ માર્કેટમાં અદાણી ગ્રૂપનો અખિલ ભારતીય હિસ્સો બે ટકા અને દક્ષિણ ભારતમાં આઠ ટકા વધશે.

Adani Group: અદાણી ગ્રુપનું આ છે લક્ષ્ય

ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળ, અદાણી ગ્રૂપનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2028 સુધીમાં ભારતીય સિમેન્ટ માર્કેટનો પાંચમો ભાગ અથવા 20 ટકા હિસ્સો કબજે કરવાનો છે. અદાણી સિમેન્ટ મૂડી ખર્ચ કાર્યક્રમ અમલમાં મૂકવાની યોજના ધરાવે છે, જે તેની દેવું મુક્ત સ્થિતિ જાળવી રાખશે અને નાણાકીય વર્ષ 2028 સુધીમાં 140 એમટીપીએની ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય રાખે છે, જે 16 ટકાના વાર્ષિક વૃદ્ધિ દરનું પ્રતિનિધિત્વ કરે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More