Site icon

Adani Group IPO : રોકાણકારો માટે મોટી તક! હવે ગૌતમ અદાણીની આ કંપનીનો IPO ટૂંક સમયમાં આવી શકે છે.. જાણો વિગતે અહીં.

Adani Group IPO : રોકાણકારોને આ વર્ષે કમાણીની મોટી તક મળવા જઈ રહી છે. ગૌતમ અદાણી ગ્રુપની કંપની હવે એક નવા IPO સાથે ફરી શેરબજારમાં આવવાની તૈયારી કરી રહી છે. આ માહિતી ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ આપી હતી..

Adani Group IPO A great opportunity for investors! Now Gautam Adani's IPO of this company may come soon..

Adani Group IPO A great opportunity for investors! Now Gautam Adani's IPO of this company may come soon..

News Continuous Bureau | Mumbai 

Adani Group IPO : IPO દ્વારા કમાણી કરવા માંગતા રોકાણકારોને (  investors )  આ વર્ષે કમાણીની મોટી તક મળવા જઈ રહી છે. ગૌતમ અદાણી ગ્રુપની કંપની- અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનો IPO આવવાનો છે. આ માહિતી ગૌતમ અદાણીના ( Gautam Adani ) પુત્ર જીતે આપી હતી. તમને જણાવી દઈએ કે જીત અદાણી ગ્રુપના એરપોર્ટ બિઝનેસનું ધ્યાન રાખે છે. હાલમાં એરપોર્ટ બિઝનેસ ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઈઝ ( Adani Enterprises ) હેઠળ છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, અદાણી ગ્રૂપના એરપોર્ટ ( Adani Airport Holdings Limited ) બિઝનેસના હેડ જીત અદાણીએ ( Jeet Adani ) કહ્યું હતું કે – અમારી સામે ભવિષ્યને લઈને કેટલાક ટાર્ગેટ છે, તેને પાર કર્યા બાદ એરપોર્ટ બિઝનેસને ટૂંક સમયમાં શેર બજારમાં ( stock market ) લિસ્ટ કરવામાં આવશે. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા જીત અદાણીએ કહ્યું હતું કે એરપોર્ટ બિઝનેસ હાલ નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી રહ્યો છે.

નવી મુંબઈ એરપોર્ટનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે…

નોંધનીય છે કે, અદાણી એરપોર્ટ્સ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરે છે અને નવી મુંબઈ એરપોર્ટનો વિકાસ કરી રહી છે. કંપની અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં પણ એરપોર્ટનું સંચાલન કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Abhishek bachchan on Aishwarya rai: અભિષેક બચ્ચને ખોલી ઐશ્વર્યા રાય ની પોલ, આ કારણ થી જુનિયર બી ને અભિનેત્રી સાથે સ્ટેડિયમ માં મેચ જોવી નથી પસંદ

પ્રાપ્ત માહિતી અનુસાર, નવી મુંબઈ એરપોર્ટનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. અદાણી જૂથ દ્વારા સંચાલિત તમામ એરપોર્ટ્સ હાલમાં વિસ્તરણ હેઠળ છે અને તેનુ કામ પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે. તેમ જ અદાણી એરપોર્ટે છેલ્લા નાણાકીય વર્ષ 2022-23 (એપ્રિલ 2022-માર્ચ 2023) અને આ વર્ષ દરમિયાન 80 મિલિયન મુસાફરોને પોતાની સેવા પ્રદાન કરી રહ્યું છે. જીત અદાણીએ જણાવ્યું હતું કે અમારું બિઝનેસ મોડલ હંમેશા એવું રહ્યું છે કે એકવાર બિઝનેસ સંપૂર્ણ રીતે આત્મનિર્ભર થઈ જાય પછી અમે શેર બજારમાં લિસ્ટીંગ માટે તૈયાર થઈ શકીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, અદાણી જૂથમાં અગાઉનો IPO અદાણી વિલ્મરનો હતો. અદાણી વિલ્મર કંપની 8 ફેબ્રુઆરી, 2022ના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ હતી. કંપનીના આઈપીઓમાં શેરની કિંમત રૂ.218 થી રૂ.230ની વચ્ચે હતી. કંપનીના શેર 8 ફેબ્રુઆરીના રોજ BSE પર રૂ. 221ના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા હતા. જોકે, પાછળથી આ શેરોએ રોકાણકારોને જંગી વળતર આપ્યું હતું.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version