Adani Group: અદાણી ગ્રુપ દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની બનવાની તૈયારીમાં, ત્રણ મિલિયન રોકાણ માટે બનાવી આ નકકર યોજના

Adani Group: અદાણી ગ્રુપે આ સેક્ટરમાં આક્રમક રીતે વિસ્તરણ કરવાની યોજના બનાવી છે અને આ માટે ત્રણ બિલિયન ડોલર ની વોર ચેસ્ટ પણ તૈયાર કરી છે. આ ગ્રૂપ ક્ષમતા વધારવા અને આદિત્ય બિરલા ગ્રૂપના અલ્ટ્રાટેકને પછાડીને આગામી ત્રણથી ચાર વર્ષમાં સૌથી મોટી સિમેન્ટ કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે

by Bipin Mewada
Adani Group, preparing to become the largest cement company in the country, made this solid plan for an investment of three million.

News Continuous Bureau | Mumbai 

Adani Group: એશિયા અને ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી ( Gautam Adani ) હવે સિમેન્ટ સેક્ટરમાં મોટો દાવ રમવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપે આ સેક્ટરમાં ( cement sector ) આક્રમક રીતે વિસ્તરણ કરવાની યોજના બનાવી છે અને આ માટે ત્રણ બિલિયન ડોલર (લગભગ રૂ. 2,50,54,86,00,000) ની વોર ચેસ્ટ તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપની નજર ઘણી સિમેન્ટ કંપનીઓ પર છે. જેમાં હૈદરાબાદની કંપની પેન્ના સિમેન્ટ, ગુજરાતની કંપની સૌરાષ્ટ્ર સિમેન્ટ, જયપ્રકાશ એસોસિએટ્સનો સિમેન્ટ બિઝનેસ અને એબીજી શિપયાર્ડ કંપની વડારાજ સિમેન્ટનો સમાવેશ થાય છે. અદાણી ગ્રુપ આગામી ત્રણથી ચાર વર્ષમાં આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેકને પછાડીને ક્ષમતા વધારવા અને દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે. ગ્રુપની હાલમાં ત્રણ સિમેન્ટ કંપનીઓ છે. જેમાં અંબુજા, એસીસી અને સાંઘી સિમેન્ટનો સમાવેશ થાય છે. 

આ ધ્યેય હાંસલ કરવા માટે, અદાણી ગ્રુપ હાલ એક્વિઝિશન દ્વારા તેની વિસ્તરણ વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. દેશની અગ્રણી સિમેન્ટ કંપનીઓ માંગમાં વધારાની અપેક્ષા રાખી રહી છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સને હવે આગળ લઈ રહી છે. આ માટે તેના રેકોર્ડ મૂડી ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ કારણ છે કે અદાણી ગ્રુપ તેનું સિમેન્ટ સેક્ટરમાં ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્ના સિમેન્ટનું ( Penna Cement ) હાલ વેલ્યુએશન 9,000 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તેથી કંપનીનું મૂલ્યાંકન પણ વધી શકે છે પરંતુ તે ક્ષમતા વિસ્તરણ કેવી રીતે આગળ વધે છે તેના પર નિર્ભર છે. કંપનીની વાર્ષિક ક્ષમતા હાલમાં 10 મિલિયન ટન છે, જેને વધારીને 15.5 મિલિયન ટન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે.

Adani Group:  સૌરાષ્ટ્ર સિમેન્ટનું માર્કેટ કેપ પણ રૂ. 1,487 કરોડ છે…

તેવી જ રીતે સૌરાષ્ટ્ર સિમેન્ટનું ( Saurashtra Cement ) માર્કેટ કેપ પણ રૂ. 1,487 કરોડ છે.  એપ્રિલ 2022 માં, દાલમિયા ભારતે જયપ્રકાશ એસોસિએટ્સના સિમેન્ટ, ક્લિંકર અને પાવર પ્લાન્ટ્સને રૂ. 5,666 કરોડમાં ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ શેરધારકોના વિવાદને કારણે આ સોદો અટકી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રુપ મધ્યમ કદના સિમેન્ટ બિઝનેસ માટે ટન દીઠ $85-120ની એન્ટરપ્રાઇઝ વેલ્યુ (EV) આપવાનું વિચારી રહ્યું છે. જો કંપની પાસે ક્ષમતા વિસ્તરણની સંભાવના હોય, લાઈમસ્ટોનની ખાણો હોય અને પેકિંગ ટર્મિનલ હોય તો જૂથ પ્રીમિયમ ચૂકવવા પણ તૈયાર છે. ગયા વર્ષના અંતમાં, અદાણી ગ્રૂપે 6.1 મિલિયન ટન પ્રતિ વર્ષ ક્ષમતા સાથે સંઘી સિમેન્ટને $100 પ્રતિ ટનના ભાવે ખરીદી હતી.

આ સમાચાર   પણ વાંચો:  IND vs USA: ICCના આ નવા નિયમે USAના રંગમાં ભંગ પાડ્યો, ટીમ ઈન્ડિયાને મફતમાં 5 રન કેમ મળ્યા? ..જાણો શું છે આ સંપૂર્ણ નિયમ

જો કે, પેન્ના સિમેન્ટ પાસે વાર્ષિક 2.8 મિલિયન ટનની પેકિંગ ટર્મિનલ ક્ષમતા પણ છે. સૌરાષ્ટ્ર સિમેન્ટની ક્ષમતા લગભગ 5 મિલિયન ટન, જેપી એસોસિએટ્સ 9.5 મિલિયન ટન અને વડારાજ સિમેન્ટની ક્ષમતા 6 MTPA છે. જયપ્રકાશ એસોસિએટ્સ અને વાડરાજ સિમેન્ટ બંને નાદારીની પ્રક્રિયામાંથી હાલ પસાર થઈ રહ્યાં છે. ICICI બેંક દ્વારા જયપ્રકાશ એસોસિએટ્સને નાદારીની કાર્યવાહીમાં ખેંચવામાં પણ આવી હતી. જેમાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ પણ હવે આ પ્રક્રિયા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. જો કે, તેણે ICICI બેંકને કહ્યું છે કે તે કંપની દ્વારા સબમિટ કરાયેલ વન-ટાઇમ સેટલમેન્ટ ઓફર પર વિચાર કરી શકે છે. તેથી અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટ ( Ambuja Cement ) દ્વારા એક્વિઝિશન કરી શકે છે. એપ્રિલના અંતમાં તેના ખાતામાં રૂ. 24,338 કરોડની રોકડ હતી. તેને પ્રમોટર પાસેથી રૂ. 8,339 કરોડની વોરંટ રકમ પણ મળી હતી. તેથી કંપની પર કોઈ દેવું નથી.

Adani Group: અદાણી ગ્રુપ દક્ષિણ ભારતમાં એક્વિઝિશન માટે ACC નો ઉપયોગ કરી શકે છે….

અદાણી ગ્રુપ દક્ષિણ ભારતમાં એક્વિઝિશન ( acquisition ) માટે ACC નો ઉપયોગ કરી શકે છે.  ગૌતમ અદાણી $106 બિલિયનની નેટવર્થ સાથે ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેની કુલ સંપત્તિમાં 22 અબજ ડોલરનો વધારો થયો છે. અદાણી ગ્રૂપનો બિઝનેસ બંદરો, એરપોર્ટ, સંરક્ષણ, ગ્રીન એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિમેન્ટ સહિતના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

આ સમાચાર   પણ વાંચો:  Tata Motors Share : ટાટાની આ કંપની બની કર્જમુક્ત, બ્રોકરેજમાં આવી તેજી, શેરમાં 4 વર્ષમાં 15 ગણા પૈસા વધ્યા

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More