Adani Group: સેબીએ અદાણીના ઓફશોર રોકાણકારોની ડિસ્ક્લોઝર નિયમોના ઉલ્લંઘનની ભૂલ શોધી કાઢીઃ રિપોર્ટ..

Adani Group: સેબી અને અદાણી ગ્રૂપે આ નવા અપડેટ પર ટિપ્પણી માટે ઇમેઇલ કરેલી વિનંતીઓનો આમાં તરત જવાબ આપ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, રોયટર્સે સૌપ્રથમ એવો અહેવાલ આપ્યો હતો કે સેબીએ ગયા વર્ષે ઓગસ્ટમાં લિસ્ટેડ એન્ટિટીઓ દ્વારા ડિસ્ક્લોઝર નિયમોના ઉલ્લંઘન અને ઓફશોર ફંડની મર્યાદાનો ખુલાસો કર્યો હતો.

by Bipin Mewada
Adani Group SEBI Finds Offshore Investors Violation Of Adani's Disclosure Rules Report..

News Continuous Bureau | Mumbai

Adani Group: અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કરાયેલ ઓફશોર ફંડ્સ ડિસ્ક્લોઝર નિયમો અને રોકાણની મર્યાદાનું ઉલ્લંઘન કરતા હતા. જેમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીએ ( SEBI ) હવે આ ભૂલ પકડી પાડી હતી. આ બાબતની જાણકારી ધરાવતા બે લોકોએ સોમવારે આ વાતનો ખુલાસો કર્યો હતો, એમ ઈકોનોમી ટાઈમ્સના અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું. 

ઈકોનોમી ટાઈમ્સના અહેવાલ મુજબ વધુમાં, સેબી અને અદાણી ગ્રૂપે આ નવા અપડેટ પર ટિપ્પણી માટે ઇમેઇલ કરેલી વિનંતીઓનો આમાં તરત જવાબ આપ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, રોયટર્સે સૌપ્રથમ એવો અહેવાલ આપ્યો હતો કે સેબીએ ગયા વર્ષે ઓગસ્ટમાં લિસ્ટેડ એન્ટિટીઓ દ્વારા ડિસ્ક્લોઝર નિયમોના ઉલ્લંઘન અને ઓફશોર ફંડની ( offshore funds ) મર્યાદાનો ખુલાસો કર્યો હતો.

 Adani Group: સેબી ઓફશોર ફંડ જૂથ સ્તરે હોલ્ડિંગની જાહેરાત ઇચ્છતી હતી…

જે બાદ રેગ્યુલેટર એ નક્કી કરવા માટે કે અદાણી ગ્રૂપના ફંડ સાથેના સંબંધોની પણ તપાસ કરી હતી. જેમાં તપાસ કરી હતી કે શું તે જૂથના મુખ્ય શેરધારકો ( shareholders ) સાથે સંગંઠિત રીતે કામ કરી શકે છે કેમ. આ આરોપને અગાઉ જ અદાણીએ ફગાવી દીધો હતો. જો કે, નિયમનકારે આ વર્ષની શરૂઆતમાં જ આ આરોપો પર અદાણી ગ્રૂપના એક ડઝન જેટલા ઓફશોર રોકાણકારોને નોટિસ મોકલી હતી અને તેઓને ડિસ્ક્લોઝર નિયમો ( Disclosure Rules ) અને રોકાણ મર્યાદાના ઉલ્લંઘન અંગે તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Reliance Q4 Results: રિલાયન્સનો ત્રિમાસિક નફો 1.8% ઘટીને રૂ. 18,951 કરોડ થયો, કમાણી અને નફાથી લઈને ડિવિડન્ડ સુધી, શું જાહેરાત, જાણો બધું વિગતે અહીં..

ઈટીના અહેવાલમાં આગળ જણાવ્યા મુજબ, ઓફશોર ફંડ્સ વ્યક્તિગત ફંડ સ્તરે અદાણી જૂથની કંપનીઓમાં તેમના રોકાણની જાણ કરતા હતા. જો કે, સેબી ઓફશોર ફંડ જૂથ સ્તરે હોલ્ડિંગની જાહેરાત ઇચ્છતી હતી. જેમાં આઠ ઓફશોર ફંડોએ ગુનો કબૂલ્યા વિના જ દંડ ભરીને ચાર્જીસની પતાવટ કરવા લેખિત વિનંતીઓ સબમિટ કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Join Our WhatsApp Community

You may also like