Site icon

Adani Group Share: સુપ્રીમ કોર્ટેના ચૂકાદા બાદ અદાણી ગ્રુપના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો.. એમકેપ થયું આટલા લાખ કરોડને પાર..

Adani Group Share: આજે સુપ્રીમ કોર્ટે તેમના ચૂકાદામાં અદાણી ગ્રુપને મોટી રાહત આપી છે, જે બાદ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે…

Adani Group Share After the verdict of the Supreme Court, the share of Adani Group has seen a huge jump, the MCap has crossed 15 lakh crore

Adani Group Share After the verdict of the Supreme Court, the share of Adani Group has seen a huge jump, the MCap has crossed 15 lakh crore

News Continuous Bureau | Mumbai

Adani Group Share: દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ( Gautam Adani ) માટે ગત વર્ષ દુઃસ્વપ્નથી ઓછું ન હતું. 24 જાન્યુઆરીએ આવેલા એક રિપોર્ટે તેમને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવે તે પહેલા ગ્રુપના શેર ( Shares ) રોકેટની ઝડપે વધી રહ્યા હતા. અદાણી ગ્રુપના ગૌતમ અદાણી પણ અમીરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે બધું બદલી નાખ્યું હતું. એક અહેવાલ મુજબ, ગ્રુપનું માર્કેટ કેપ ( Market Cap ) અડધું થઈ ગયું હતું અને અદાણી અમીરોની યાદીમાં ટોપ 20માંથી બહાર થઈ ગયા હતા. પરંતુ નવું વર્ષ અદાણી માટે ફરીથી ખુશીઓ લઈને આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) તેમના ચૂકાદામાં અદાણી ગ્રુપને મોટી રાહત આપી છે, જે બાદ શેરોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે, ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 15 લાખ કરોડને પાર કરી ગયું છે અને અદાણી ગ્રુપ ( Adani Group ) ફરીથી રેકોર્ડબ્રેક કમાણી કરી રહ્યું છે. 

Join Our WhatsApp Community

અદાણી-હિંડનબર્ગ રિસર્ચ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં સેબીની ( SEBI ) તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરીને કોર્ટે અદાણી ગ્રુપને રાહત આપી છે. કોર્ટે એમ પણ કહ્યું કે એસઆઈટીને કેસ સોંપવાનો કોઈ આધાર નથી કારણ કે સેબી પોતાની રીતે એક સક્ષમ એજન્સી છે. સેબીએ 22માંથી 20 કેસમાં તેની તપાસ પૂર્ણ કરી છે. કોર્ટે 2 કેસની તપાસ માટે સેબીને ત્રણ મહિનાની મુદત પણ આપી છે.

અદાણી ગ્રૂપની તમામ દસ લિસ્ટેડ કંપનીઓના શેરમાં વધારો..

અદાણી-હિંડનબર્ગ રિસર્ચ કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, અદાણી ગ્રૂપની તમામ દસ લિસ્ટેડ કંપનીઓના શેરમાં વધારો થયો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર સૌથી વધુ 10% વધ્યો છે, જ્યારે અદાણી ટોટલ ગેસ 8% અને NDTV 7% વધ્યો છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્મર, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પાવરના શેરમાં 5-6%નો વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  Income Tax Raid : આવકવેરા વિભાગ ફરી એકશનમાં… નવા વર્ષની ઉજવણી બાદ ગોવાની લગભગ આટલી નાઇટકલબ અને બાર પર દરોડા..

મળતી માહિતી મુજબ, શેરમાં વધારા સાથે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 15 લાખ કરોડને પાર કરી ગયું છે. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી, એક સમયે જૂથનું માર્કેટ કેપ અડધાથી પણ ઓછું થઈ ગયું હતું. પરંતુ તાજેતરના સમયમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે શેરબજારમાં ઘટાડા છતાં અદાણી ગ્રુપના શેરમાં વધારો થયો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Exit mobile version