News Continuous Bureau | Mumbai
Adani Group : શેરબજારે સોમવારે, 13 મે, 2024 ના રોજ યુ-ટર્ન લીધો. અને તેનું પરિણામ એ આવ્યું કે મંગળવાર, 14 મેના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની ભારે ખરીદીને કારણે અદાણી ગ્રુપના શેરોમાં ( Stock Market ) જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ ( Adani Enterprises ) અને અદાણી પાવરના ( Adani Power ) શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 14.12 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
Adani Group : અમિત શાહના નિવેદનની અસર
ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah ) એક ઈન્ટરવ્યુમાં રોકાણકારોને 4 જૂને લોકસભા ચૂંટણીના ( Lok Sabha Election ) પરિણામોની જાહેરાત પહેલા શેરબજારમાં ઘટાડા દરમિયાન ખરીદી કરવાની સલાહ આપી છે . તેમણે કહ્યું કે, 4 જૂન પહેલા ખરીદો, બજાર ઉપર જશે. ગૃહમંત્રીએ કહ્યું કે તાજેતરના સમયમાં થયેલા ઘટાડાને ચૂંટણી સાથે જોડવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે, જ્યારે કેન્દ્રમાં સ્થિર સરકાર આવે છે, ત્યારે શેરબજાર ઉપર જાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) નેતૃત્વમાં સ્થિર સરકાર આવવાની છે, તેથી બજાર ઉપર જશે.
આ પણ વાંચો : Haldiram: વેચાવા જઈ રહી છે હલ્દીરામ? બ્લેકસ્ટોન સહિતની આ મોટી કંપનીઓની છે નજર, હજારો કરોડ રૂપિયાનો સોદો થશે!
Adani Group : અદાણી શેરોની 10 વર્ષમાં બમ્પર કમાણી
ઓપિનિયન પોલમાં પીએમ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં ઓછા મતદાન બાદ ત્રિશંકુ લોકસભાની અટકળો લગાવવામાં આવી રહી હતી, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગૃહમંત્રીના નિવેદન બાદ આજના સેશનમાં અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. એ જ રીતે, મોદી સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપના શેરોએ રોકાણકારોને મોટો નફો મેળવ્યો છે.