Site icon

Adani Group Stocks: એક્ઝિટ પોલ બાદ અદાણીની તમામ કંપનીઓના શેરોમાં આવ્યો જોરદાર ઉછાળો, શેરમાં 15%થી વધુનો વધારો…રોકાણકારો ખુશ!..

Adani Group Stocks: એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી 630 પોઈન્ટ અથવા 2.71 ટકા વધીને 23,160ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, સેન્સેક્સ 2000 પોઇન્ટ અથવા લગભગ 3 ટકા વધીને 76000 ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે અદાણી ગ્રુપના શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો..

Adani Group Stocks After the exit poll, the shares of all Adani companies surged, the shares increased by more than 15%...Investors are happy!..

Adani Group Stocks After the exit poll, the shares of all Adani companies surged, the shares increased by more than 15%...Investors are happy!..

News Continuous Bureau | Mumbai 

Adani Group Stocks: દેશમાં ચૂંટણીના પરિણામો ( Election results ) પહેલા શેરબજારમાં આજે બમ્પર વધારો જોવા મળ્યો છે. તમામ એક્ઝિટ પોલમાં ( Exit Polls ) ભાજપની આગેવાની હેઠળના એનડીએને જોરદાર જીત મળતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ પરથી સ્પષ્ટ થાય છે કે ફરી એકવાર દેશની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં જવાની છે. તેથી એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આજે અદાણી ગ્રુપની 5 કંપનીઓના શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. અદાણી પાવરના શેરમાં સૌથી વધુ 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં વધારાને કારણે માર્કેટ કેપમાં 1.4 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ( Market Cap ) 19.24 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. 

Join Our WhatsApp Community

1- અદાણી એન્ટરપ્રાઇઝમાં લગભગ 10 ટકાનો વધારોઃ અદાણી ગ્રુપની ( Adani Group ) આ કંપનીના શેરના ભાવમાં આજે 9.72 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. BSEમાં કંપનીની તેની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી પર પહોંચી હતી. બજાર ખુલ્યા બાદ સવારે 9.18 કલાકે અદાણી એન્ટરપ્રાઈઝના શેર 7 ટકાના ઉછાળા સાથે રૂ. 3658.55 પર શેર ટ્રેડ થઈ રહ્યા હતા.

2- અદાણી પોર્ટ્સના ભાવમાં 9 ટકાનો વધારો થયોઃ અદાણી પોર્ટ્સ ( Adani Ports ) અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેર આજે 9.54 ટકાના ઉછાળા સાથે રૂ. 1575 પર ખુલ્યા હતા. આ કંપનીની તેની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી પર પહોંચી હતી. કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર 702.85 રૂપિયા પ્રતિ શેર  ( Stock Market ) પર પહોંચ્યું હતું.

3- અદાણી પાવરમાં સૌથી વધુ 15 ટકાનો વધારોઃ અદાણી ગ્રુપની પાવર કંપનીના શેરના ભાવમાં આજે 15.65 ટકાનો વધારો જોવા મળ્યો હતો. શેર ખુલતાની સાથે જ તે રૂ. 875ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો. કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 230.95 હતું.

4. અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 4- 11 ટકાનો ઉછાળોઃ આ ગ્રૂપ કંપનીના શેર રૂ. 1228.10ના સ્તરે ખૂલ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કંપનીના શેરની કિંમત 11.23 ટકા વધીને 1249 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. જે તેની રૂ. 1250ની 52 સપ્તાહની ઊંચી સપાટીની ખૂબ નજીક છે.

આ સમાચાર પણ વાંચો:  BEST Bus: મધ્ય રેલવે મેગા બ્લોક દરમિયાન બેસ્ટ બસને થયો મોટો ફાયદો, આટલા રૂપિયાની કમાણી કરી…

5- અદાણી ટોટલ ગેસના ભાવમાં 15 ટકાનો વધારોઃ અદાણી ગ્રુપની આ કંપની 15.28 ટકાના વધારા સાથે રૂ. 1197.95ના સ્તરે ખુલી હતી. ખુલ્યા પછી, શેરનો ભાવ ઇન્ટ્રા-ડે રૂ. 1114.25ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

6- અદાણી વિલ્મર લિમિટેડના ભાવમાં 6 ટકાનો ઉછાળોઃ BSE પર અદાણી વિલ્મરનો શેર 6 ટકાથી વધુના વધારા સાથે રૂ. 280.55 પર ખૂલ્યો હતો. કંપનીની ઇન્ટ્રા-ડે હાઈ રૂ. 282 છે. તો કંપનીનું માર્કેટ કેપ રૂ. 47,880.16 કરોડ છે.

7. NDTVના શેરમાં 7-10 ટકાનો ઉછાળોઃ અદાણી ગ્રુપની મીડિયા સેક્ટરની આ કંપનીમાં આજે 10.84 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. બીએસઈમાં કંપનીના શેર રૂ.274.90ના સ્તરે ખૂલ્યા હતા. તે જ સમયે, કંપનીની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 306.55 રૂપિયા રહી હતી.

8- ACC લિમિટેડના શેર 6 ટકા વધ્યાઃ આ સિમેન્ટ કંપનીના શેરના ભાવમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો હતો. શેરની કિંમત આજે 6.72 ટકા વધવામાં સફળ રહી હતી. કંપનીનો ઇન્ટ્રા-ડે હાઇ રૂ 2717.40 હતો.

9- અંબુજા સિમેન્ટ લિમિટેડના ભાવમાં 6 ટકાનો વધારો થયો છેઃ અદાણી ગ્રુપની આ કંપનીના શેરનો ભાવ આજે 6 ટકાથી વધુ વધ્યો હતો. બીએસઈમાં કંપનીના શેર રૂ. 665.05ના સ્તરે ખૂલ્યા હતા. થોડા સમય પછી, કંપનીના શેર રૂ. 676.05ની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: IRCTC : IRCTC લઈને આવ્યું છે ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ કાશ્મીર સાથે માતા વૈષ્ણો દેવી.

10. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં 10- 13 ટકાનો વધારોઃ આ કંપનીના શેરમાં આજે 13 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેર રૂ.2100ના સ્તરે ખૂલ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કંપનીના શેરની કિંમત 13.49 ટકા વધીને 2173.65 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી. BSEમાં પણ આ તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Shahbaz Sharif: પાકિસ્તાનની બેવડી નીતિ: તાલિબાનના હુમલાથી ગભરાઈને ભારત પર દોષ ઢોળ્યો, પણ શાંતિ વાટાઘાટોની લગાવી ગુહાર
Ola Shakti: ઓલાનો મોટો ધમાકો: સ્કૂટર બાદ હવે પાવર બેંક માર્કેટમાં એન્ટ્રી, જાણો શું છે ‘ઓલા શક્તિ’ અને કેવી રીતે કામ કરશે?
Exit mobile version