News Continuous Bureau | Mumbai
Adani MCap: અદાણી ગ્રુપના શેર હાલ ઝડપથી રિકવરી કરી રહ્યા છે. આ કારણે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ સતત વધી રહ્યું છે. વિવિધ શેરોના ભાવમાં તાજેતરના વધારાને કારણે, અદાણી ગ્રૂપની તમામ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપ બુધવારે $200 બિલિયનનું સ્તર પાછું મેળવવામાં સફળ થયું હતું.
અદાણી ગ્રૂપની ( Adani Group ) માર્કેટ મૂડીમાં બુધવારે સતત નવમા દિવસે વધારો થયો હતો. ગ્રૂપની માર્કેટ મૂડી ( Market capitalization ) બુધવારે રૂ. 16.5 લાખ કરોડને પાર કરી ગઈ હતી, જે છેલ્લા નવ ટ્રેડિંગ સેશનમાં 10.6 ટકાનો વધારો દર્શાવે છે.
Adani MCap: અદાણી ગ્રૂપે અહેવાલને રદિયો આપ્યા બાદ રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું…
અદાણી ગ્રૂપના શેરમાં ( Adani Share ) આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ગ્રૂપે કોલસાના પુરવઠામાં ( coal supply ) ઇનવોઇસમાં ગેરરીતિઓ સંબંધિત આરોપોને રદિયો આપ્યો હતો. આ જૂથ પર તમિલનાડુ પાવર કંપનીને કોલસાના સપ્લાય માટેના ઇનવોઇસમાં અનિયમિતતા કરવાનો આરોપ હતો. ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટને ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલમાં આ આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: SEBI Guidelines: શેરબજાર પર અફવાઓની અસરને પહોંચી વળવા, હવે સેબીએ જારી કરી આ નવી માર્ગદર્શિકા.. જાણો વિગતે…
મિડીયા અહેવાલ મુજબ અદાણી જૂથની કંપનીઓની માર્કેટ મૂડીમાં માત્ર બે દિવસમાં રૂ. 56,250 કરોડનો વધારો થયો છે. અદાણી ગ્રૂપનું એમકેપ પહેલેથી જ $200 બિલિયનના સ્તરને પાર કરી ચૂક્યું છે. જો કે, ગયા વર્ષની શરૂઆતમાં બહાર આવેલા હિન્ડેનબર્ગ રિપોર્ટમાં અદાણી જૂથને મોટું નુકસાન થયું હતું. શેરમાં સતત તીવ્ર ઘટાડાથી ગ્રૂપના એમકેપમાં પણ ઘટાડો થયો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)